Cucumber For Health: કાકડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ જો તમે કાકડીનો ભરપૂર લાભ લેવા માંગતા હોવ તો બપોરે કાકડી ખાઓ. રાત્રે કાકડી ખાવાથી તે નુકસાનકારક સાબિત થઇ શકે છે.  જાણો કાકડીના ફાયદા અને ગેરફાયદા.


કાકડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મોટાભાગના ઘરોમાં કાકડીને સલાડમાં ખાવામાં આવે છે. કાકડીને વિટામિન્સ, મિનરલ્સ અને ઇલેક્ટ્રોલાઇટ્સનું પાવરહાઉસ કહેવામાં આવે છે. જો કે, કાકડી ક્યારે અને કેવી રીતે ખાવી તે વિશે ઘણા લોકો જાણતા નથી. એવું કહેવાય છે કે, કાકડી હંમેશા દિવસ દરમિયાન ખાવી જોઈએ. બપોરે કાકડી ખાવાથી મહત્તમ ફાયદો થાય છે. જો તમે રાત્રે કાકડીનું સેવન કરો છો તો ફાયદાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે. જાણો કાકડી ખાવાના શું ફાયદા અને ગેરફાયદા છે.




કાકડી ખાવાના ફાયદા


વજન ઘટાડવામાં કારગર


 વજન ઘટાડવા માટે કાકડી ખૂબ જ સારો વિકલ્પ છે. કાકડી ખાવાથી પેટ પણ ભરાય છે અને આપને ભરપૂર માત્રામાં પોષક તત્વો પણ મળે છે. કાકડીમાં 95 ટકા પાણી હોય છે, જે મેટાબોલિઝમને મજબૂત બનાવે છે.


 ઈમ્યુનિટી પાવર


 કાકડી ખાવાથી ઈમ્યુનિટી  મજબૂત બને છે. કાકડીમાં વિટામિન સી, બીટા કેરોટીન જેવા એન્ટીઓક્સીડેન્ટ છે. જેના કારણે શરીરમાં રહેલા ફ્રી રેડિકલ દૂર થાય છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે.


 કેન્સરથી બચાવ


 ઘણા સંશોધનોનું એવું પણ તારણ છે કે,  દરરોજ કાકડી ખાવાથી કેન્સરનું જોખમ ઓછું થઈ શકે છે. કાકડીમાં જોવા મળતા પ્રોટીન આપણા શરીરમાં કેન્સર સામે લડવાની તાકાત આપે છે. કાકડીમાં કેન્સર વિરોધી તત્વ હોવાથી તે કેન્સરના જોખમને ટાળવામાં પણ કારગર છે.


 મજબૂત હાડકાં


 જો  કાકડીને તેની છાલ સાથે ખાવામાં આવે તો તેનાથી હાડકાંને ફાયદો થાય છે. કાકડીની છાલમાં સિલિકા હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે. આ સિવાય કાકડીમાં જોવા મળતું કેલ્શિયમ પણ હાડકાં માટે સારું છે.


રાત્રે કાકડી ખાવાના નુકસાન


પાચન સંબંધિત સમસ્યા


 જે લોકોને પાચન સંબંધી સમસ્યા હોય તેમણે રાત્રે કાકડી ખાવાનું ટાળવું જોઈએ. કાકડીમાં ક્યુકરબિટા સીન હોય છે, જે આપને પાચનક્રિયાને મજબૂત બનાવવા માટે ખૂબ જ જરૂરી છે.


 પાચન પર અસર


 રાત્રે કાકડી ખાવાથી પેટમાં ભારેપણું આવે છે. કાકડી રાત્રે પચાવવી  મુશ્કેલ હોય છે. કાકડીને પચવા માટે સમય લાગે છે. તેથી રાત્રે તેને અવોઇડ કરવી જોઇએ.


અનિંદ્રાના સમસ્યા


 રાત્રે કાકડી ખાવાથી પણ ઊંઘ બગડી શકે છે. કાકડીમાં વધુ પાણી હોય છે, જેના કારણે પેટ ભારે લાગે છે અને સૂવામાં તકલીફ પડે છે. રાત્રે કાકડી ખાવાથી પાચનક્રિયા સંબંધિત સમસ્યા પણ થઇ શકે છે. રાત્રે વધુ ફિઝિકલ એક્ટિવિટી ન હોવાથી રાત્રે સુપાચ્ય, હળવો ખોરાક લેવો જ હિતાવહ છે.