Dant Kanti News: 2000ના દાયકાની શરૂઆતમાં ભારતીય બજારમાં હર્બલ ટૂથપેસ્ટની માંગ વધી રહી હતી, કારણ કે લોકો કુદરતી અને આયુર્વેદિક ઉત્પાદનો તરફ આકર્ષિત થઈ રહ્યા હતા. જોકે, તે સમયે આવા વિકલ્પોનો અભાવ હતો. પરંતુ પતંજલિ આયુર્વેદે આ તકને ઓળખી અને દંત કાંતિ નેચરલ ટૂથપેસ્ટથી આ ખાલી જગ્યાને ભરી દીધી હતી. પતંજલિનો દાવો છે કે આ ઉત્પાદન આયુર્વેદિક જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનનું અનોખું મિશ્રણ છે જે પ્રાકૃતિક વિકલ્પો શોધતા ગ્રાહકોની જરૂરિયાતોને પૂર્ણ કરે છે.
કંપનીએ જણાવ્યું હતું કે"દંત કાંતિની રચનાની શરૂઆત સાવધાનીપૂર્વક સામગ્રીની પસંદગીથી થઇ હતી. પતંજલિની સંશોધન અને વિકાસ (R&D) ટીમે ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, વાગ્ભટ્ટ અને ભાવ પ્રકાશ નિઘંટુ જેવા પ્રાચીન આયુર્વેદિક ગ્રંથોનો અભ્યાસ કર્યો. આ ગ્રંથોમાં લીમડો, લવિંગ અને ફુદીનો જેવા ઘટકોનો ઉલ્લેખ છે, જે મૌખિક સ્વચ્છતા માટે ફાયદાકારક હોવાનું જાણીતું છે. આ ઘટકો ટૂથપેસ્ટ બેઝમાં અસરકારક માત્રામાં સમાવિષ્ટ છે."
દાંતની સમસ્યાઓથી વધુ સારું રક્ષણ
પતંજલિએ જણાવ્યું હતું કે, "ચેકરબોર્ડ માઇક્રોડિલ્યુશન પદ્ધતિનો ઉપયોગ કરીને હાથ ધરવામાં આવેલા પરીક્ષણોમાં જાણવા મળ્યું છે કે આ ઘટકોનું મિશ્રણ સ્ટ્રેપ્ટોકોકસ અને એક્ટિનોમાસીસ જેવા બેક્ટેરિયા સામે એકલા કરતાં વધુ અસરકારક છે, જે દાંતની સમસ્યાઓ સામે વધુ સારી સુરક્ષા પૂરી પાડે છે."
કંપનીએ પરીક્ષણ કેવી રીતે કર્યું?
કંપનીએ કહ્યું હતું કે"વિકાસ પ્રક્રિયામાં બનાવટ, સ્વાદ,પીએચ, સ્નિગ્ધતા, ફોમિંગ ક્ષમતા અને પ્રિઝર્વેટિવ અસરકારકતાને શ્રેષ્ઠ બનાવવા માટે બહુવિધ પ્રયોગશાળા પરીક્ષણો સામેલ હતા. ભારે ધાતુના દૂષણની ગેરહાજરી પણ સુનિશ્ચિત કરવામાં આવી હતી. પાયલટ સ્કેલ-અપ ટ્રાયલ્સમાં વાણિજ્યિક ઉત્પાદન સાથે સંકળાયેલી સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવ્યો અને પ્રક્રિયાના મહત્વપૂર્ણ ગુણધર્મો નક્કી કરવામાં આવ્યા હતા. સ્થિરતા અભ્યાસમાં છ મહિનાના ઝડપી અને 24 મહિનાના લાંબા ગાળાના પરીક્ષણનો સમાવેશ થતો હતો, જેણે ઉત્પાદનની શેલ્ફ લાઇફ નક્કી કરી હતી.
દંત કાંતિને બજારમાં સફળતા કેવી રીતે મળી?
કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે, "પતંજલિ ગ્રાહકોના પ્રતિસાદને પણ મહત્વ આપતી હતી. યોગ શિબિરો અને દંત હોસ્પિટલોમાં 1,000થી વધુ સ્વયંસેવકોને સેમ્પલનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત પ્રતિસાદના આધારે, ફોર્મ્યુલેશનમાં વધુ સુધારો કરવામાં આવ્યો હતો. દંત કાંતિની સફળતા તેના આયુર્વેદિક વારસા અને વૈજ્ઞાનિક કઠોરતાના સંયોજનમાં રહેલી છે. તે આજે બજારની જરૂરિયાતો અને ભારતની પરંપરાગત જ્ઞાન પ્રણાલીઓ પ્રત્યે પતંજલિની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે.