Debina Banerjee: દેબીના બેનર્જી ટીવીની દુનિયામાં જાણીતું નામ છે. અભિનેતા ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જીને લગ્નના 11 વર્ષ બાદ માતા-પિતા બનવાની ખુશી મળી છે. પરંતુ આ સી-સેક્શન ડિલિવરી દરમિયાન અભિનેત્રીને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં, ડિલિવરી દરમિયાન અભિનેત્રીએ દર્દની સાથે ડરનો પણ સામનો કર્યો છે. પરંતુ બાળકીને જન્મ આપતા કપલ ખૂબ જ ખુશ છે. અત્યારે દેબીના સ્વસ્થ થઈ રહી છે. ચાલો જાણીએ કે બાળકીના જન્મ પછી દેબિના કઈ રૂટિન અને ટિપ્સ ફોલો કરે છે.


ઝડપથી સ્વસ્થ થવા અપનાવો આ ટિપ્સ


દેબિના બેનર્જીએ તાજેતરમાં એક બાળકીને જન્મ આપ્યો છે. દેબીનાની ડિલિવરી સી સેકશન દ્વારા કરવામાં આવી છે. આપણે બધા જાણીએ છીએ કે સી સેકશનની ડિલિવરી પછી માતાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તાજેતરમાં દેબિનાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ અપડેટ કરી હતી અને તેમાં જણાવ્યું કે C સેકશન ડિલિવરીમાંથી કઈ રીતે તે ઝડપથી સાજી થઈ રહી છે.


તેણીએ જણાવ્યું કે તે કેવી રીતે ફરીથી રૂટિનમાં આવવા માટે કઈ ટીપ્સનું પાલન કરી રહી છે. જેને તમે પણ અનુસરી શકો છો અને C સેકશનની ડિલિવરીમાંથી ફરી રિકવરી મેળવી શકો છો. તેણીએ કહ્યું કે ટૂંક સમયમાં તે ચાલવાનું પણ શરૂ કરશે કારણ કે ચાલવું એ તેની રિકવરીનો પહેલું પગથિયું છે. તેણે એ પણ જણાવ્યું કે ડિલિવરી પછી તેણે પેલ્વિક સ્પોર્ટિવ બેલ્ટનો ઉપયોગ કર્યો ન હતો. તે પોતાનું પેટ ઓછું કરવા માટે વર્કઆઉટની મદદ લઈ રહી છે.


ફિડીંગ કરાવવા માટે ઓશિકાનો સહારો લેવો પડ્યો


નિષ્ણાતોનું કહેવું છે કે સી સેક્શન ડિલિવરીમાં શરીર પર વધુ દબાણ આવે છે. આ કારણે ઉઠવું, સૂવું અને બેસવું ખૂબ મુશ્કેલ થઈ પડે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડિલિવરી પછી અભિનેત્રીને પડખું બદલવામાં પણ મુશ્કેલી પડે છે. નર્સની સલાહ પર જ્યારે તે એક પડખે સૂતી ત્યારે તેને થોડો આરામ લાગ્યો. અહેવાલો અનુસાર સિઝેરિયન પછી,દેબિનાને બાળકને ખવડાવવામાં ખૂબ મુશ્કેલી થઈ રહી હતી. બાળકને ખવડાવવા માટે તેણે ઓશિકનો સહારો લેવો પડ્યો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બાળકને ખવડાવવામાં નર્સોએ તેમની મદદ કરી હતી.


ઝડપી રિકવરી માટે આ આરોગ્ય ટિપ્સ અનુસરો


નિષ્ણાતો કહે છે કે સી-સેક્શન કરાવ્યા પછી વ્યક્તિએ યોગ્ય સ્થિતિમાં સૂવું જોઈએ. બાળકને ખવડાવવા માટે કોઈની મદદ લો. દવાઓ વિશે વાત કરતાં દેબિનાએ જણાવ્યું કે તે ડિલિવરી પછી પાંચ દિવસ સુધી એન્ટિબાયોટિક્સ, પેઇન કિલર અને એન્ટાસિડ લેતી હતી. હાલમાં તે 2-3 દવાઓ લઈ રહી છે જે બાળકને સ્તનપાન કરાવે ત્યાં સુધી જરૂરી છે. જેમાં આયર્ન અને કેલ્શિયમની ગોળીઓનો સમાવેશ થાય છે. સી-સેક્શન પછી લોહીની ખૂબ જ ઉણપ થાય છે.  તેથી લોહી બનાવવા માટે આયર્નનું સેવન કરવું જરૂરી છે.