Blood Sugar Control Tips:ડાયાબિટીસ એ મેટાબોલિક ડિસઓર્ડર છે. જે શરીરમાં ઈન્સ્યુલિનની ઉણપને કારણે થાય છે. શરીરમાં સુગર લેવલમાં અનિયમિત વધારો પણ તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે. વિશ્વભરમાં 400 મિલિયનથી વધુ લોકો ડાયાબિટીસથી પીડાય છે. ભારતમાં પણ ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આવી સ્થિતિમાં, બ્લડ સુગરના વધતા સ્તરથી પરેશાન દરેક વ્યક્તિ તેનાથી છૂટકારો મેળવવા માંગે છે.


પોષ્ટિક છે ગોળ
આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે શેરડીમાંથી ખાંડ બનાવવાની પ્રક્રિયામાં ક્રિસ્ટલાઇઝેશનને કારણે તેમાં હાજર તમામ ગુણો નષ્ટ થઈ જાય છે. સાથે જ તેમાં મળતા પોષક તત્વો ગોળ બનાવવાની પ્રક્રિયામાં નાશ પામતા નથી. તેથી, ગોળમાં કેલ્શિયમ, આયર્ન, ઝિંક, મેગ્નેશિયમ, પોટેશિયમ, કોપર અને ફોસ્ફરસ જેવા ઘણા પોષક તત્વો હોય છે. જો કે, તે ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ્ય નથી.


સુક્રોસથી ભરપૂર ગોળ
પોષક તત્વોથી ભરપૂર મીઠાશ ગોળમાં 65 થી 85 ટકા સુક્રોઝ હોય છે. ડાયાબિટીસના દર્દીઓને ઓછી ગ્લાયકેમિક ઇન્ડેક્સ ધરાવતો ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે જ્યારે ગોળમાં ખૂબ જ વધારે ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે. આવી સ્થિતિમાં તેનું વધુ પડતું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, જો ડાયાબિટીસના દર્દીઓને મીઠાઈ ખાવાનું મન થાય છે, તો આવા દર્દીઓ માટે ફક્ત 1 થી 2 ચમચી ગોળ મર્યાદિત માત્રામાં ખાવું યોગ્ય રહેશે.


આયુર્વૈદમાં પણ ઉલ્લેખ
આયુર્વેદ પણ કહે છે કે ડાયાબિટીસના દર્દીઓએ ગોળ ન ખાવો જોઈએ. આયુર્વેદ ફેફસાના ચેપ, ગળામાં દુખાવો, માઇગ્રેન અને અસ્થમાની સારવાર માટે ગોળનો ઉપયોગની સલાહ આપે  છે, પરંતુ સારવારની આ પ્રાચીન પદ્ધતિ પણ ડાયાબિટીસના દર્દીઓ માટે ગોળનો ઉપયોગ પ્રતિબંધિત કરે છે.


ગોળના બદલે મધ લેવાની સલાહ
ગોળ પોષક તત્વોથી ભરપૂર છે પરંતુ ડાયાબિટીશના દર્દીઓએ ગોળના બદલે મધ લેવું જોઇએ. ઓર્ગેનિક મધનું સેવન મધુપ્રમેહના દર્દઓ માટે હિતકારી છે.