Weight Loss Tips:વજન ઓછું કરવા માટે માત્ર ડાયટિંગ જ જરૂરી નથી. વજન ઉતારવા માટે યોગ્ય ડાયટ લેવું જરૂરી છે. ખાસ વાત એ છે કે, ડાયટથી આપ હેલ્થી પણ રહેશો. આપ આપની ડાયટમાં એવા ફૂડને સામેલ કરી શકો છો. જેમાં ભરપૂર પ્રોટીન હોય પરંતુ ફેટ અને કાર્બોહાઇડ્રેઇટ ઓછું હોય.શું આપ જાણો છો વજન ઉતારતાં 5 બેસ્ટ ફૂડ કયાં છે.


આજકાલ દરેક લોકો સ્લિમ રહેવા ઇચ્છે છે. એક્ટ્રેસથી માંડીને સામાન્ય લોકો વજન ઉતારવા માટે તનતોડ મહેનત કરે છે. કલાકો જિમમાં પરસેવો પાડે છે. કેટલાક લોકો ક્રશ ડાયટિંગનો સહારો લે છે.જો કે વજન ઓછું કરવા માટે ક્રશ ડાયટિંગ જ એક વિકલ્પ નથી આપ ભરપેટ જમીને પણ વજન ઉતારી શકો છો. જો ડાયટમાં  ફેટ અને કાબોહાઇડ્રેઇટસયુક્ત વસ્તુને દૂર કરવામાં આવે તો ભરપેટ ખાઇને પણ વજન ઉતારી શકાય છે.


ડાયટમાં સામેલ કરો આ ફૂડ


આપ ભલે ભરપૂર ભોજન લેતાં હો પરંતુ યોગ્ય અને બેલેસ્ડ ફૂડ લેવું જરૂરી છે. આ માટે આપ લો કાર્બ્સ અને લો ફેટ વાળું ફૂડ લઇ શકો છો. ઉપરાંત પ્રોટીન, ફાઇબર, મિનરલ્સ, વિટામિન યુક્ત ફૂડ લો. આ તમામ ફૂડને સામેલ કરીને આપ વજન ઉતારી શકો છો.


ઇંડા


ઇંડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉત્તમ મનાય છે.તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. જેનાથી વજન ઉતારવામાં મદદ મળે છે. ઇંડાના પીળા ભાગમાં ભરપૂર ફુલ ઓફ ન્યુટ્રીશ્યન  હોય છે. જો દિવસમાં એકથી બે ઇંડા લેવામાં આવે તો સમગ્ર એગ ખાઇ શકો છો જો કે બેથી વધુ લેતાં હોવ તો પીળો પોર્શન હટાવી દેવો જોઇએ.


પનીર


પનીર પણ પ્રોટીનનો સારો સ્ત્રોત છે. વજન ઉતારવા માટે પનીરને ડાયટમાં સામેલ કરી શકાય. આપ તને ઘરે પણ બનાવી શકો છો. પનીરના કારણે પેટ લાંબો સમય ભરેલું રહે છે. જેથી અનહેલ્ધી ફૂડ ખાવાથી આપ બચો છો.


દાળ


દાળ પણ પ્રોટીનનો સારો સ્ત્રોત છે. તેનાથી વજન પણ નથી વધતું. આપણા મસલ્સ માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. ઉપરાંત સોયાબીન, રાજમા, છોલે, ચણા, આ બધામાં ફેટ ઓછું અને પ્રોટીન વધુ હોય છે.જેથી ત વજન ઉતારવામાં કારગર સાબિત થાય છે.


ગ્રીન વેજિટેબલ્સ


ડાયટમાં આપ લીલા શાકભાજીને અને ખાસ કરીને પાનવાળા શાકભાજીને સામેલ કરી શકો છો. પાલક, મેથી લઇ શકાય.જેમાં ભરપૂર માત્રામાં મિનરલ્સ, વિટામિન, ફાઇબર હોય છે.  લીલા શાકભાજીના સેવનથી પણ વજન ઉતરે છે અને તેનાથી શરીરને ફુલ ન્યુટ્રીશન  પણ મળે છે. આપ ગ્રીન વેજિટેબલ્સને સલાડના રૂપે પણ લઇ શકો છો.