Toothbrush: આપણે બધા આપણા દિવસની શરૂઆત દાંત સાફ કરીને કરીએ છીએ. જેના માટે આપણે ટૂથબ્રશનો ઉપયોગ કરીએ છીએ. તે આપણા દાંતને યોગ્ય રીતે સાફ કરે છે અને દાંતની વચ્ચે જમા થયેલી ગંદકીને દૂર કરે છે, જેનાથી સડો અને શ્વાસની દુર્ગંધને અટકાવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારે તમારું ટૂથબ્રશ કેટલી વાર બદલવું જોઈએ ? કારણ કે જ્યારે દાંત બરાબર સાફ ન થાય ત્યારે શ્વાસમાં દુર્ગંધ, દાંતમાં સડો, પેઢા બગડવા અને દાંત પીળા પડવા જેવી સમસ્યાઓ થાય છે. સામાન્ય રીતે લોકો બ્રશને નુકસાન ન થાય ત્યાં સુધી બદલતા નથી, પરંતુ આવું કરવું યોગ્ય નથી. લાંબા સમય સુધી ટૂથબ્રશનો ઉપયોગ કરવાના ઘણા ગેરફાયદા છે.


ઘણીવાર આપણે આપણા માટે યોગ્ય બ્રશ પસંદ કરવામાં બેદરકારી કરીએ છીએ. યોગ્ય અને સારા બ્રશનો ઉપયોગ કરીને આપણે આપણા શરીરને ઘણી મોટી બીમારીઓથી બચાવી શકીએ છીએ. યોગ્ય ટૂથબ્રશ ખરીદતા પહેલા એક્સપાયરી ડેટ વિશે જાણવું જરૂરી છે, જેના પર તમે પહેલા ભાગ્યે જ ધ્યાન આપ્યું હશે. ટૂથબ્રશ ખરીદતા પહેલા આપણે બેદરકાર ન રહેવું જોઈએ, કારણ કે સારું બ્રશ પસંદ કરવાથી આપણા દાંત તો મજબુત થશે જ સાથે સાથે અનેક બીમારીઓથી પણ દૂર રહીશું.


લાંબા સમય સુધી એક જ ટૂથબ્રશનો ઉપયોગ કરવાના ગેરફાયદા વિશે જાણો



  • લાંબા સમય સુધી એક જ બ્રશનો ઉપયોગ કરવાથી પેઢાના રોગ થઈ શકે છે.

  • સારા મૌખિક સ્વાસ્થ્ય માટે, તમારે તમારા ટૂથબ્રશને સમયાંતરે બદલતા રહેવું જોઈએ.

  • જ્યારે તમને તમારું ટૂથબ્રશ ખૂબ જ ખરાબ અને નબળું લાગે છે, તો તમારે તેને તરત જ બદલવું જોઈએ.

  • ઘસાઈ ગયેલા બ્રશ દાંતને યોગ્ય રીતે સાફ કરી શકતા નથી. જેના કારણે શ્વાસમાં દુર્ગંધ આવવા લાગે છે. 

  • જો લાંબા સમય સુધી તેને બદલવામાં ન આવે તો તેમાં જીવાણુઓ પણ વધી શકે છે. આવી સ્થિતિમાં, સારું રહેશે કે તમે 2-3 મહિનામાં ટૂથબ્રશ બદલો.


ટૂથબ્રશ કેટલી વાર બદલવું જોઈએ ?


જો નિષ્ણાતોનું માનીએ તો તેઓ દર 2-3 મહિને તમારું ટૂથબ્રશ બદલવાની પણ ભલામણ કરે છે. ભલે તે સારી સ્થિતિમાં હોય. આ સાથે, દાંત સાફ કરવા માટે પાતળા અને સોફ્ટ ટૂથબ્રશ પસંદ કરો. કડક ટૂથબ્રશ દાંત ઓછા સાફ કરે છે અને પેઢાને વધુ નુકસાન પહોંચાડે છે.


Disclaimer: સમાચારમાં આપેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. તમે કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ જરૂર લો.