Health Tips:
શરીરમાં મહેસૂસ થતાં કેટલાક બદલાવ મોતનો સંકેત આપે છે. ડોક્ટર્સ ચેતાવણી આપે છે કે, આવા શરીરના બદલાવને ઇગ્નોર ન કરવા જોઇએ। એ ગંભીર બીમારીના સંકેત હોઇ શકે છે.એક સ્ટડી મુજબ શોધકર્તાએ દાવો કર્યો છે કે, મોતના આ વોર્નિગ દસ વર્ષ પહેલા જ શરીરમા જોવા મળે છે. જેને ચાલવા ફરવા સહિતની ગતિવિધની સાથે ઓળખી શકો છો.
બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત એક સ્ટડીના આધારે 65 વર્ષથી વધુ ઉંમરમાં ફિઝિકલ મોટર ફંકશન ઘટાડો મૃત્યુના વધતા જોખમ સાથે જોડાયેલું છે. એક્સપર્ટનું માનવું છે કે, વ્યક્તિની ખુરશી પરથી ઉઠવાની મૂવમેન્ટથી માંડીને વોકિંગ સ્પીડ અને નબળી ગ્રિપ સ્ટ્રેન્થ દ્રારા આ સંકેતને ઓળખી શકાય છે અને શરૂઆતથી તેને રોકથામ કરી શકાય છે.
એક્સ્પર્ટના મત મુજબ 33થી 55 ઉંમરની 6000 વોલિયન્ટર્સ આ મુદ્દે સ્ટડી થયું હતું. જેને વર્ષ 1985થી 1988ની વચ્ચે કન્ડક્ટ કરવામાં આવ્યાં હતા. ત્યારબાદ 2007 અને 2016ની વચ્ચે આ લોકોને ત્રણ અલગ અલગ મોકા પર શારિરીક મુલ્યાકન પણ કરવામાં આવ્યું હતું. આ સ્ટડી પરથી શોધકર્તાને જોવા મળ્યું કે, 22 ટકા કેસમાં સ્લો વોકિંગ સ્પીડની સમસ્યા જોવા મળી હતી. તો 15 ટકા કેસમાં નબળી ગ્રિપ સ્ટ્રેન્થ અને 14 ટકા કેસ ખુરશીથી ઉઠવાની સ્લો સ્પીડથી જોડાયેલા છે.
આટલું જ નહીં મરનાર વોલન્ટિયર્સ મોતથી 4 વર્ષ પહેલા ‘ડેઇલી લિવિંગ એક્ટિવિટિઝ’માં સર્વાઇવ કરી રહેલા લોકોથી વધુ મુશ્કેલી મહેસૂસ કરી.આ સમયમાં આ લોકોની મુશ્કેલીમાં સતત વધારો થતો જોવા મળ્યોં
Morning Meal Tips: આ 5 ફૂડ જેને સવારે ખાલી પેટ ખાવાની ભૂલ ન કરો, થાય છે આ નુકસાન
નાસ્તો મહત્વપૂર્ણ છે. આનાથી આપણને આખો દિવસ એનર્જી મળે છે, જે આપણું કામ સરળ બનાવે છે. પરંતુ સવારના નાસ્તામાં સામેલ ખોટા ખોરાક આપણા સ્વાસ્થ્યને પણ બગાડી શકે છે.
ઘણીવાર એવું કહેવામાં આવે છે કે આપણી પાચન તંત્ર અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનું મૂળ છે. જો સમયસર તેની કાળજી લેવામાં ન આવે તો તે લાંબી સમસ્યાઓનું કારણ બની શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોનું માનવું છે કે આપણામાંથી મોટાભાગના લોકો સવારની શરૂઆત ખોટી રીતે કરે છે, જેના કારણે આપણું પાચન ખરાબ થાય છે.
આપણે જાણીએ છીએ કે, ફળો સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે, પરંતુ તેને ખાલી પેટ ન ખાઓ. ફાઈબરથી ભરપૂર સાઇટ્રસ ફળો જેવા કે સંતરા, અનાનસ, કીવી, લીંબુ અને જામફળ સવારે ખાલી પેટ ખાવાથી તમારું પેટમાં બળતરા થાય છે. તે માત્ર તમારા ચયાપચયને ધીમું નથી કરતું, પરંતુ આખો દિવસ તમારું પેટ અસ્વસ્થ રહેશે.
ખાલી પેટે કાચા શાકભાજી ખાવાનું ટાળો. શાકભાજીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે આપણા પેટ માટે પચવામાં મુશ્કેલ હોય છે. નાસ્તામાં કાચા શાકભાજીનું સેવન કરવાથી ગેસ, પેટના દુખાવાથી તમારો આખો દિવસ બગાડી શકે છે. સવારે ખાલી પેટે સલાડ ન ખાઓ, તે લંચ અથવા ડિનર પહેલા લેવું વધુ સારું છે.
કેક, પિઝા, પેસ્ટ્રીઝ ભલે ભાવતી હોય પરંતુ સવારના નાસ્તામાં તેને ખાવું યોગ્ય નથી. આવા ખોરાકમાં આથો હોય છે, જે ખાલી પેટને નુકસાન પહોંચાડે છે. જેના કારણે ગેસ જેવી સમસ્યા શરૂ થાય છે. તો આવી વસ્તુઓને દિવસના પહેલા ભોજનમાં સામેલ કરવાની ભૂલ ન કરો.
સવારે ખાલી પેટે મસાલેદાર ખાદ્યપદાર્થો ખાવાથી તમારા પેટમાં બળતરા થા છે અને સવારે મળ પસાર કરવામાં મુશ્કેલી થઈ શકે છે. એટલા માટે સવારના નાસ્તામાં મસાલેદાર ખોરાક ખાવો તે યોગ્ય નથી. તેનાથી આખો દિવસ તમારું પેટ ખરાબ રહેશે. એસિડિટી સાથે પેટમાં દુખાવો પણ થઈ શકે છે.