Heart Problems:સામાન્ય રીતે છાતીમાં દુખાવો હાર્ટ એટેકનું લક્ષણ માનવામાં આવે છે.  જો કે બીજી અનેક સમસ્યાના કારણે પણ છાતીમાં દુખાવો થાય છે. જો કે તેનો તફાવત સમજવો જરૂરી છે.


સુષ્મિતા સેનને હાર્ટ એટેક પછી, દેશભરમાં હૃદયના રોગો વિશે ફરી એકવાર ચર્ચા થઈ રહી છે. ડોકટરો પણ એ હકીકતથી પરેશાન છે કે,  યુવાનો હાર્ટ એટેકનો ભોગ કેમ બને  છે. ડોકટરોએ યુવાનો અને અન્ય વર્ગોને પણ ચેતવણી આપી છે કે છાતીમાં દુખાવો હાર્ટ એટેકનું લક્ષણ છે. પરંતુ તે હાર્ટ એટેક જ હોય તે  જરૂરી નથી. ઘણી વખત હાર્ટ એટેક નથી અને અન્ય સમસ્યાઓના કારણે, છાતીના દુખાવ માટે જવાબદાર હોય છે.  


હાર્ટ એટેકના લક્ષણો


હાર્ટ એટેકના લક્ષણોને ઓળખવા  જરૂરી છે. જો આપને છાતીમાં દુખાવા સાથે ખૂબ જ ગભરામણ થાય ખૂબ પરસેવો થાય. થોડું ચાલતા ખૂબ જ થાક લાગે. વોમિટ થાય તો આ બધા જ હાર્ટ અટેકના લક્ષણો છે.


જો કોઈ હાર્ટ એટેક ન હોય તો લક્ષણો


એવું નથી કે જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે જ છાતીમાં દુખાવો થાય છે. કોઇ અન્ય કારણોસર પણ છાતીમાં દુખે છે. જો એસિડિટીની ગંભીર સમસ્યા હોય તો, છાતીમાં દુખાવો  થઇ શકે છે.  ખાંસી સતત રહેતી હોય તો પણ  દુખાવો થાય છે ગેસના કારણે પણ છાતીમાં દુખાવો થઇ શકે છે.  આ સિવાય, ફેફસાંમાં મુશ્કેલી હોય તો પણ છાતીમાં દુખાવો છાતીમાં દુખાવો થઈ શકે છે.


બચાવ માટે શું કરવું?


હાર્ટ એટેકના લક્ષણો અગાઉથી ઘણી વખત દેખાવા લાગે છે. જો છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં મુશ્કેલી હોય,  ખભાના પાછળના ભાગ સુધી દુખાવો હ હોય તો ળવાશથી લેવો જોઈએ નહીં. આ માટે, તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઇએ.  ખાટા ઓડકાર અને હાર્ટ બર્ન હોય તો બની શકે માત્ર એસિડિટી ગેસના કારણે છે. આ માટે પણ ડોક્ટરની સલાહ લઇને આગળ સારવાર કરવી જોઇએ.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે. Abp  અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.