Migraine એક એવો તીવ્ર માથાનો દુખાવો છે જે માથામાં સોઇની જેમ ખૂંચે  છે. આ સમસ્યા ધરાવતા લોકોએ ખાસ કાળજી લેવી જરૂરી છે. ઘણી વાર લોકો કેટલીક ભૂલો કરે છે જેના કારણે માઇગ્રેનનું પેઇન વધી જાય છે. 

માઇગ્રેન શું છે?

માથાના એક ભાગમાં તીવ્ર દુખાવો થવો  થાય છે જેને માઇગ્રેન કહેવાય છે. કેટલીકવાર આ દુખાવો કલાકોથી લઈને દિવસો સુધી રહી શકે છે.તે એક પ્રકારની ન્યુરોલોજિકલ સમસ્યા છે જેમાં:

ઉલટી અથવા મિતલી (ઉબકા)તેજ લાઈટ અને અવાજથી તકલીફઆંખ સામે  ધૂંધળું દેખાવુંમાથામાં ઝણઝણાટી થવીબોલવામાં મુશ્કેલી થવી

માઇગ્રેન કેમ થાય છે?રિસર્ચ મુજબ મગજમાં થનારા કેમિકલ બદલાવ, ખાસ કરીને Serotonin નો લેવલ ઘટવાથી નર્વસ સિસ્ટમ વધુ સંવેદનશીલ બને છે.

મુખ્ય કારણો:વધુ સ્ટ્રેસઊંઘની કમીહોર્મોનલ બદલાવ (ખાસ કરીને મહિલાઓમાં પિરિયડ્સ અને પ્રેગ્નન્સી દરમિયાન)તેજ લાઈટ અને અવાજચોકલેટ, વાઇન જેવા ખોરાકખરાબ લાઈફસ્ટાઈલ પુરુષોની તુલનામાં મહિલાઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છેખાસ કરીને 15 થી 55 વર્ષની ઉંમરમાં વધુ કેસ જોવા મળે છે

આ ભૂલો ટાળો 1. પૂરતી ઊંઘ ન લેવીપૂરી ઊંઘ ન લેવાથી માઇગ્રેન વધુ ખરાબ થઈ શકે છે.રોજ 7–8 કલાક ઊંઘ લેવી જરૂરીમોબાઈલ/સ્ક્રીનનો વધુ ઉપયોગ ઊંઘ બગાડે છે

તેજ અવાજમાં રહેવુંજોરદાર અવાજ અથવા શોરથી માઇગ્રેન ટ્રિગર થાય છેઊંચા અવાજમાં ગીત સાંભળવું ટાળોશાંતિપૂર્ણ જગ્યાએ સમય પસાર કરો

3. ખાલી પેટે રહેવુંલાંબા સમય સુધી ભૂખ્યા રહેવું નુકસાનકારક છેશરીરમાં પોષક તત્વોની કમી થવી.વધુ કેફીન (ચા/કોફી) પણ ટાળો

શું કરવું?નિયમિત અને સંતુલિત ખોરાક લોપૂરતી ઊંઘ લોસ્ટ્રેસ ઘટાડો (યોગ, ધ્યાન)ટ્રિગર ફેક્ટર્સ ઓળખીને ટાળો

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.