ભારત હાલમાં ભારે ગરમીથી ઝઝૂમી રહ્યું છે. ક્લાઈમેટ ચેન્જના કારણે હિટવેવ વધી છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, હવામાન પરિવર્તનના કારણે આવનાર સમયમાં પણ હિટવેવમાં સતત વધારો થશે.  હીટ વેવના કારણે લોકોને બેહોશ કે ચક્કર આવવા જેવી વધુ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ એક એવી સ્થિતિ છે જે સામાન્ય રીતે ખૂબ લાંબા સમય સુધી તાપમાં  ઊભા રહેવાથી કે બેસી રહેવાથી  થાય છે.


 ગરમીમાં હિટ વેવેના કારણે કેમ  ચક્કર કેમ આવે છે?


 જ્યારે તાપમાન વધવા લાગે છે ત્યારે શરીરની અંદરનું સંતુલન ખોરવાઈ જાય છે. આવી સ્થિતિમાં પરસેવો આવવા લાગે છે. જેના કારણે શરીરમાંથી ઘણો પરસેવો નીકળે છે અને આ જ કારણ છે કે લોકો ડિહાઇડ્રેશનનો શિકાર બને છે. બાદમાં આ ચક્કરનું કારણ બને છે.ડિહાઇડ્રેશન અને ચક્કરથી બચવા માટે સૌ પ્રથમ તો ખાલી પેટ ન રહેવું અને તરલ પદાર્થનું સેવન કરતા રહેવું . કંઇ શક્ય ન હોય તો પાણી પીતા રહેવું જોઇએ. આ રીતે આપ હિટસ્ટ્રોકથી બચી શકો છો.


 જ્યારે ગરમી આત્યંતિક હોય છે, ત્યારે લોકો ઘણીવાર ડિહાઇડ્રેશનનો શિકાર બને છે. જેના કારણે હીટબર્ન અને હીટ સ્ટ્રોક જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ખરેખર, શરીર તાપમાન મેઇન્ટેઇન ન કરી શકવાથી શરીરમાં મુશ્કેલીઓ ઉભી થાય  છે.માણસ 42.3 ડિગ્રી સુધી તાપમાનને સંભાળી શકે છે. વ્યક્તિ અતિશય ગરમી અને ઠંડી સહન કરી શકતી નથી. આવી સ્થિતિમાં બેહોશી અને ચક્કર આવવા જેવી સમસ્યાઓ થાય છે. આ કારણે ઇલેક્ટ્રોલાઇટ સંતુલન ખોરવાય છે અને પછી બેભાન થઈ શકે છે.


 બેભાન થતાં પહેલા શરીરમાં અનુભવાય છે આ લક્ષણો


વધારે તાપમાનને કારણે ગભરાટ અનુભવવો, માથાનો દુખાવો થવો, તરસ લાગવી, આ બધા બેભાન થવાના સંકેતો હોઈ શકે છે. આ ઋતુમાં આલ્કોહોલનું સેવન અને સ્મોકિંગ ટાળવું જોઈએ. કારણ કે તેના કારણે તમે ડિહાઈડ્રેશનનો શિકાર બની શકો છો.