Yoga for Weight loss:  ખાણીપીણીની નબળી આદત અને શારીરિક પ્રવૃત્તિના અભાવે લોકોનું વજન ઝડપથી વધી રહ્યું છે. વજનને વધતા ઘટાડવા માટે આ બંને આદતોમાં સુધારો લાવવો ખૂબ જ  જરૂરી બની જાય છે. આ માટે તળેલા મસાલેદાર ફૂડને તમારા ડાયેટમાંથી દૂર રાખો અને હેલ્ધી ફૂડ્સનું સેવન કરો. આખા અનાજ, લીલા શાકભાજી, બદામ અને સીડ્સને ડાયટમાં સામેલ કરો. આમ કરવાથી તમે ટૂંક સમયમાં જ સારુ પરિણામ મળશે. 


મોટાભાગનો સમય જો તમે એક જ જગ્યા પર બેસીને પસાર કરતા હોય તો તમારા માટે શારીરિક પ્રવૃત્તિ માટે સમય કાઢવો જરૂરી બની જાય છે. આ માટે તમે સવારે કે સાંજે ગમે ત્યારે માત્ર એક કલાક યોગ કરી શકો છો. યોગ કરવાથી શરીરમાં ઘણા બધા ફાયદા થાય છે. યોગ ચોક્કસપણે કેલરી બર્ન કરીને શરીરની ચરબી ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. 


સૂર્ય નમસ્કાર 


સૂર્ય નમસ્કાર આપણા ગ્લુટ્સ, એબ્સ, ખભા, બાઈસેપ્સ,  ટ્રાઇસેપ્સ સાથે સંકળાયેલી રક્તવાહિની તંત્રને સક્રિય કરે છે. જે આપણને એનર્જી આપે છે અને કેલેરી બર્ન કરવામાં મદદ કરે છે.



ઉત્કટાસન


તેને ચેર પોઝ પણ કહેવામાં આવે છે, જે કરવા માટે આપણે આપણા શરીરના ઘણા સ્નાયુઓને સામેલ કરવા પડે છે, જેના કારણે ઘણી બધી કેલરી બળી જાય છે.


બકાસન


તેને અંગ્રેજીમાં ક્રો પોઝ અથવા ક્રેન પોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના નામથી જ ખબર પડી જાય છે કે બકાસનનો મતલબ થાય છે બગલાનું આસન.  જેમાં બગલા જેવી મુદ્રા કરવી પડે છે જે ઘણી બધી કેલરી બર્ન કરે છે.


ઉર્ધ્વ મુખ સ્વાનાસન


તેને અપવર્ડ ફેસિંગ ડોગ પોઝ પણ કહેવામાં આવે છે. આ આસન તેના લચીલાપન માટે જાણીતું છે જે શારીરિક અને માનસિક તંદુરસ્તીને પ્રોત્સાહન આપે છે. આ સાથે, આ આસન હાથ, પીઠ અને ખભાને મજબૂત બનાવે છે અને કેલરી બર્ન કરવામાં પણ મદદ કરે છે.


વિરભદ્રાસન


આને વોરિયર પોઝ પણ કહેવામાં આવે છે. દરરોજ આવું કરવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. આમ કરવાથી ઘણી બધી કેલરી બર્ન થાય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.