Health Tips: ઘણા લોકો થોડું કામ કરીને થાકી જાય છે. આવી સ્થિતિમાં, આપને કેટલીક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. આવી સ્થિતિમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી આ સમસ્યાથી બચી શકાય છે.
Get Energetic: ઘણા લોકો થોડું કામ કરીને થાકી જાય છે. આવી સ્થિતિમાં, આપને કેટલીક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે . ઉર્જાનાં અભાવના કારણે, આપ જલ્દી થાકી જાવ છો અને બહુ જલ્દી બીમારીનો ભોગ બનો છો. આવી સ્થિતિમાં દિવસની શરૂઆતમાં જો થોડું ધ્યાન આપવામાં આવે તો આપ એનેર્જેટિક રહેવાથી સાથે હંમેશા એક્ટિવ રહી શકશો.
ચા-કોફીથી દિવસની શરૂઆત ન કરો
દિવસની શરૂઆત ચા-કોફીથી ન કરવું જોઇએ, તેના બદલે સવારે આપ નવશેકું પાણી પીને તેની શરૂઆત કરી શકો છો. તેનાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે. દિવસની શરૂઆત 15થી20 મિનિટ વર્કઆઉટથી કરો.સવારેમાં ઘરેથી નીકળતા પહેલા હેલ્ધી નાસ્તો કરવાની સ્વાસ્થ્ય નિષ્ણાંત સલાહ આપે છે. હેલ્થ નાસ્તાનો હેલ્થી લાઇફ સ્ટાઇલમાં ખૂબ જ મહત્વનો રોલ છે. હેલ્ધી નાસ્તો ઇમ્યુનિટી બૂસ્ટર છે.
હેલ્થી નાસ્તો
સવારેમાં ઘરેથી નીકળતા પહેલા હેલ્ધી નાસ્તો કરવાની સ્વાસ્થ્ય નિષ્ણાંત સલાહ આપે છે. હેલ્થ નાસ્તાનો હેલ્થી લાઇફ સ્ટાઇલમાં ખૂબ જ મહત્વનો રોલ છે. હેલ્ધી નાસ્તો ઇમ્યુનિટી બૂસ્ટર છે.વારના નાસ્તામાં ઓટમીલ, ઇંડા, દહીં, કેળા, પનીર, વનસ્પતિનો રસ, ચિયા બીજ, બદામ, સફરજન પપૈયા, અખરોટ જેવા ખોરાક ખાવા જોઈએ. સવારના નાસ્તામાં ફળોનો સમાવેશ કરવો મહત્વપૂર્ણ છે. ફળમાં સફરજન, નારંગી, પપૈયા, તરબૂચ ખાવાથી વધારે ફાયદો થાય છે. યોગ્ય રીતે બનાવેલ પૌષ્ટિક નાસ્તો તમારા શરીરને શક્તિ આપે છે
મોર્નિંગ વોક કરવાના ફાયદા
જો આપ અઠવાડિયામાં 5 દિવસ પણ મોર્નિંગ વોક કરશો તો તમે અનેક પ્રકારની માનસિક બીમારીઓથી બચી પણ શકશો. આ એટલા માટે છે કારણ કે મોર્નિંગ વોક કરવાથી તમારા શરીરમાં એસ્ટ્રોજન અને ડોપામાઇન જેવા હેપી હોર્મોન્સનું સ્તર વધે છે. આ સાથે માનસિક તણાવ ઘટે છે.
જે લોકો મોર્નિગ વોક કરે છે, તેને ઊંઘની ક્વોલિટી પણ સુઘરે છે. મોર્નિગ વોક નિયમિત કરવાથી ઊંઘ વારંવાર તૂટતી નથી. જે લોકો મોર્નિંગ વોક કરે છે તેમના હાડકાં અને મસલ્સ પણ મજબૂત બને છે.
Disclaimer: એબીપી અસ્મિતા આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.