Health tips:કિડની આપણા શરીરનું મહત્વપૂર્ણ અંગ છે.કિડનીના રોગ થવાના અનેક કારણો છે. જેમાંથી કિડની સ્ટોન,મેદસ્વીતા,. ડાયાબીટિશ હાઇપરટેન્શન વગેરે છે. કિડની રોગના કેટલાક સામાન્ય લક્ષણો છે. જો શરીરમા આ લક્ષણો દેખાય તો નજર અંદાજ ન કરવા જોઇએ.
અનિંદ્રાની સમસ્યા
અનિંદ્રા કિડનીની બીમારીનું મુખ્ય લક્ષણ છે. જ્યારે કિડની સારી રીતે ફિલ્ટર નથી કરતી તો મૂત્ર દ્રારા બહાર નીકળવાની બગલે ટોક્સિન બ્લડમાં રોકાઇ જાય છે. જે સીધી જ ઊંઘને પ્રભાવિત કરે છે.
ત્વચામાં ખંજવાળ
સ્કિનની સમસ્યા પણ બીમાર કિડનીના સંકેત આપે છે. સૂકી ત્વચા, ખંજવાળ મિનરલ અને હાડકાંની બીમારીનો સંકેત આપે છે. જેનો સંબંધ કિડનીની વધતી બીમારી સાથે જોડાયેલો છે. જ્યારે કિડની બ્લડમાં મિનરલ અને પોષક તત્વોનું ઉચિત સંતુલન નથી બનાવી શકતી ત્યારે આ સમસ્યા સર્જાય છે.
પગના પંજા પર સોજો પણ બીમાર કિડનીના સંકેત આપે છે. જો પગમાં સોજો આવતો હોય તો નમક, તલર ફૂડસ જેવા સૂપ અને યોગાર્ટને ડાયટમાંથી સંદતર દૂર કરવા જોઇએ.
માંસપેશીમાં દુખાવો
માંસપેશીઓમાં દુખાવો કિડનીની બીમારીમાં ખાસ છે. આ સ્થિતિ શરીરમાં તરલ અને ઇલેક્ટ્રોલાઇટસના અસંતુલનનું કારણ બને છે. રક્ત પ્રવાહનો મુદ્દો અને રક્તમાં નુકસાનના કારણે દુખાવો થાય છે.જે કિડની યોગ્ય રીતે કામ ન કરવાથી થઇ શકે છે. કેલ્શિયમ, ફોસ્ફરસનું શરીરમાં ઓછું સ્તર પણ માંસપેશીના તણાવને આમંત્રણ આપે છે.
આ રીતે બનાવો કિડનીને મજબૂત
- શારિરીક રીતે સક્રિય રહો, નિયમિત વ્યાયામ કરો.
- યોગ મેડિટેશન નિયમિત કરો
- સંતુલિત ડાયટ લો
- પર્યોપ્ત પાણી પીવો અને વધુ પાણી પીવાથી કિડની પર બોજ વધે છે
- જંક ફૂડ પ્રોસેસ્ડ ફૂડને ડાયટમાંથી દૂર કરો.
- સ્મોકિંગ આલ્કોહોલ ન કરો, જેનાથી રક્તવાહિકા ખરાબ થઇ જાય છે, જેનાથી કિડનીમાં બ્લડ ફ્લો ઓછો થઇ જાય છે
- સાબુત અનાજ, તાજા ફળો,શાકભાજી, દાળ, દલિયાને ડાયટમાં સામેલ કરો.
- ડોક્ટરની સલાહ વિના સપ્લીમેન્ટસનો ઉપયોગ ન કરો, કારણ કે તેની કિંમત કિડનીને ચૂકવવી પડેછે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો