Myths Vs Facts:આજકાલ હૃદયની બીમારીઓ ઝડપથી વધી રહી છે. હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યોર અને સ્ટ્રોકના કેસો એકદમ સામાન્ય બની રહ્યા છે. આંકડા અનુસાર, વિશ્વમાં સૌથી વધુ કાર્ડિયોવેસ્ક્યુલર દર્દીઓ ભારતમાં છે. તેનું મુખ્ય કારણ ખરાબ જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ આહાર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં વધુ યુવાનો હૃદય રોગનો શિકાર બન્યા છે. જેમાં મોટી સંખ્યામાં લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. હવે એક તરફ દુનિયામાં હાર્ટ એટેકનો ખતરો વધી રહ્યો છે તો બીજી તરફ સોશિયલ મીડિયા પર તેના વિશે ઘણી ભ્રામક માહિતી પણ વધી રહી છે.Myth vs factની સીરિઝમાં હાર્ટ અટેક સંબંધિત મિથને દૂર કરાવની કોશિશ કરીએ.


Myth: સૂતા પહેલા એક ગ્લાસ પાણી હાર્ટ એટેકથી બચી શકે છે?


Fact: આ દાવા અંગે સ્વાસ્થ્ય નિષ્ણાતો કહે છે કે પાણી પીવું શરીર માટે ખૂબ જ જરૂરી અને ફાયદાકારક છે, પરંતુ એ વાત બિલકુલ સાચી નથી કે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ પાણી પીવાથી હાર્ટ એટેકનો ખતરો ઓછો થઈ જાય છે. વધુ પડતું પાણી પીવાથી સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર પડે છે.


Myth:: શું એસ્પિરિનની ગોળીઓ હાર્ટ એટેકનું જોખમ દૂર કરશે?


Fact: હાર્ટ સ્પેશિયાલિસ્ટ્સનું કહેવું છે કે, ડૉક્ટરની સલાહ લીધા વિના એસ્પિરિન લેવાનું ઘણું ગંભીર હોઈ શકે છે. જેના કારણે શરીરને ઘણી ગંભીર આડઅસર સહન કરવી પડી શકે છે. એસ્પિરિન મન પડે તેમ આડેધડ રીતે લેવાથી શરીરમાં આંતરિક રક્તસ્રાવ થઈ શકે છે.


Myth:: હાર્ટ એટેક સંબંધિત આ દાવા પાછળનું સત્ય શું છે


Fact:: આનો સ્પષ્ટ અર્થ છે કે હાર્ટ એટેકથી બચવા માટે એસ્પિરિન અને એક ગ્લાસ પાણીનો દાવો સાવ ખોટો છે.  તેનાથી બચવા માટે દરરોજ એસ્પિરિન લેવી ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. હાર્ટ એટેકની સમસ્યા પહેલા શરીર પર અનેક પ્રકારના લક્ષણો જોવા મળે છે. શરૂઆતમાં છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળે છે. આવી સ્થિતિમાં, તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો