Winter care:શિયાળામાં ફેફસા સંબંઘિત બમારીનું જોખમ વધે છે. જો આપને અસ્થમાની સમસ્યા છે તો ખાસ આ ઋતુ આપને બીમાર કરી દે છે. તો આ સિઝનમાં શિયાળામાં પણ સ્વસ્થ રહેવા માટે ડાયટમાં આ ફૂડને સામેલ કરો
રોજ ખાલી પેટ સફરજન ખાઓ
.સફરજન તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સફરજન શક્તિશાળી એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે, જે કોષોને નુકસાન થતું અટકાવે છે. જો તમે રોજ સફરજનનું સેવન કરો છો તો તમારા ફેફસાં સારી રીતે કામ કરે છે અને સ્વસ્થ રહે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછા 5 સફરજન ખાવા જોઈએ. આનાથી ફેફસાં સંબંધિત રોગ COPDનું જોખમ ઓછું થાય છે. આ સિવાય તે અસ્થમા અને ફેફસાના કેન્સરનું જોખમ પણ ઘટાડે છે.
સીતાફળનું કરો સેવન
લોકો ઘણીવાર કસ્ટાર્ડ એપલ એટલે કે સીતાફળને સામાન્ય ફળ માને છે. પરંતુ તેમાં બીટા કેરોટીન, લ્યુટીન અને ઝેક્સાન્થિન જેવા શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેનું સેવન કરવાથી તમારા ફેફસાં સ્વસ્થ રહે છે.
હળદરનું સેવન જરૂરી
હળદર:. હળદર તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા, ચેપથી બચાવવા અને શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે. હળદર અત્યંત શક્તિશાળી એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ છે. હળદરમાં કર્ક્યુમિન એ સૌથી મહત્વપૂર્ણ સક્રિય સંયોજન છે, જે તમારા ફેફસાં માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એક અભ્યાસ મુજબ જે લોકો કર્ક્યુમિનનું વધુ સેવન કરે છે, તેમના ફેફસાં સ્વસ્થ રહે છે.
ટામેટા પણ ફેફસાને રાખશે દુરસ્ત
ટામેટાઃ જો તમે તમારા ફેફસાંને રોગોથી બચાવવા માંગતા હોય અથવા તેમને મજબૂત બનાવવા માંગતા હોય તો તમારે ટામેટાંનું વધુ સેવન કરવું જોઈએ. ટામેટાંમાં લાઈકોપીન નામનું તત્વ જોવા મળે છે, જે કેરોટીનોઈડ એન્ટીઓક્સીડેન્ટનો એક પ્રકાર છે. લાઇકોપીન પણ એક સંયોજન છે જે તમારા ફેફસાંને સ્વસ્થ રાખે છે. રિસર્ચ મુજબ જે લોકો ટામેટાંનું વધુ સેવન કરે છે તેમને શ્વસન માર્ગ સંબંધિત બીમારીઓ ઓછી થાય છે. તેથી અસ્થમાના દર્દીઓ માટે ટામેટા ફાયદાકારક માનવામાં આવે છે.
હર્બલ ચા
જો તમે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા અને તમારા ફેફસાંને સ્વસ્થ રાખવા માંગતા હો, તો સામાન્ય ચા/કોફીને બદલે હર્બલ ટી પીઓ. આ માટે, તમે આદુ, હળદર, લીંબુ, મધ અને તજ ઉમેરીને એક શક્તિશાળી હર્બલ ચા બનાવી શકો છો, જે તમારા ફેફસાંને જીવનભર સ્વસ્થ રાખશે. આ સિવાય તમે ગ્રીન ટીનું સેવન પણ કરી શકો છો.
ગ્રીન ટી
ગ્રીન ટીમાં એન્ટીઓક્સીડેન્ટ્સLથી ભરપૂર છે. જે તમારા ફેફસા અને ટીશૂઝને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે.