Honey Lemon Water For Weight Loss: વજન ઘટાડવા માટે લોકો અલગ-અલગ રીત અપનાવે છે. કેટલાક લોકો કસરત કરે છે અને કેટલાક ડાયેટિંગનો આશરો લે છે. સૌથી સામાન્ય રીત એ છે કે સવારે ઉઠ્યા પછી ખાલી પેટે લીંબુ સાથે ગરમ પાણી પીવું. કેટલાક લોકો લીંબુ પાણીમાં મધ ઉમેરીને પીવે છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે લીંબુ પાણીમાં મધ મિક્સ કરીને પીવાથી ખરેખર મેદસ્વિતા ઓછી થાય છે કે ? સત્ય શું છે જાણીએ.
Myths: લીંબુ અને મધ મિક્સ કરીને પીવાથી વજન ઘટે છે.
Fact :: નિષ્ણાતો કહે છે કે, ગરમ પાણીમાં લીંબુ-મધ ભેળવીને પીવાથી વજન કે સ્થૂળતા ઘટી શકતી નથી. જો કે, કેટલાક અભ્યાસો સૂચવે છે કે લીંબુ પાણી પીવાથી ભૂખ ઓછી થાય છે, જે વજનમાં ઘટાડવામાં મદદરૂપ થાય છે.
Myth : વજન ઘટાડવા માટે લીંબુ અને મધ મિક્સ કરીને ગરમ પાણી ન પીવું જોઈએ.
Fact : એક્સ્પર્ટના મતે મધ અને લીંબુ પાણી એન્ટીઑકિસડન્ટ અને વિટામિન સીના સારા સ્ત્રોત છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારીને શરીરને સ્વસ્થ રાખે છે. પરંતુ તેઓ વજન ઘટાડવા અથવા ચરબી બર્ન કરવા માટે ફાયદાકારક નથી. આવી સ્થિતિમાં જો તમે વજન ઘટાડવા માટે ગરમ પાણીમાં લીંબુ-મધ નાખીને પીતા હોવ તો આવું ન કરો. જો તમે તેને તેના સ્વાસ્થ્ય લાભોને ધ્યાનમાં રાખીને લેતા હોવ તો તેને ચોક્કસ પીવો
લીંબુ મધનું પીણું કેવી રીતે કરશો તૈયાર?
જો તમે વિચારી રહ્યા છો કે, લીંબુ અને મધ પીણું કેવી રીતે બનાવવું, તો ચાલો તમને જણાવીએ કે, સવારે એક ગ્લાસ નવશેકું પાણી કરો અને તેમાં લીંબુ નીચોવી લો. તેના પર એક ચમચી મધ નાખો અને તેને ધીમે-ધીમે પીવો. તે પીવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઉનાળામાં તેને પીવું માત્ર પેટ માટે જ નહીં ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક રહેશે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો