Plum For Weight Loss: આપણી પોતાની આદત અને ખરાબ જીવનશૈલીના કારણે આપણે સ્થૂળતામાં ધકેલાઇ રહ્યા છીએ. પછી જીમમાં કલાકો સુધી પરસેવો પાડીએ છીએ. પરંતુ એક એવી સ્થૂળતા ઘર કરી જાય છે કે જે જવાનું નામ નથી લેતી.પરંતુ તમને જણાવી દઈએ કે માત્ર જીમમાં જવાથી સ્થૂળતા ઓછી થતી નથી. તેના માટે સંતુલિત આહાર અને કેટલાક ફળો અને શાકભાજી પણ ખાવા પણ જરૂરી છે. આજે અમે તમને એવા જ એક ફળ વિશે માહિતી આપી રહ્યા છીએ જેનાથી વજન ઘટાડવામાં સરળતા રહે છે.


આલુબદામને તમારા આહારમાં સામેલ કરીને તમે સરળતાથી વજન ઘટાડી શકો છો. આ ખૂબ જ પૌષ્ટિક ફળ છે. તેનો સ્વાદ મીઠો અને ખાટો છે અને તે બિલકુલ ટામેટાં જેવુ દેખાય છે. પોષક તત્વોની વાત કરીએ તો તેમાં વિપુલ પ્રમાણમાં મિનરલ્સ અને વિટામિન્સ હોય છે.આવો જાણીએ તેનાથી થતા તમામ ફાયદાઓ વિશે.


વજન ઘટાડવામાં આલુબદામ કેવી રીતે થાય છે મદદરૂપ


વજન ઘટાડવા માટે તમને એવો ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે જેમાં કેલરી ઘણી ઓછી હોય. આલુબદામમાં કેલરીની માત્રા ઘણી ઓછી હોય છે. આ જ કારણ છે કે આલુબદામથી વજન કંટ્રોલમાં રહે છે. 100 ગ્રામ આલુબદામમાં અંદાજે 46 કેલરી હોય છે. અન્ય ફળોની સરખામણીમાં તેમાં ખૂબ જ ઓછી કેલરી હોય છે. જેના કારણે તે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે. આ સિવાય આ ફળમાં ફાઈબરનું પ્રમાણ પણ વધુ હોય છે. જો તમે તેને સવારે ખાશો તો તમે દિવસભર સંતુષ્ટ રહી શકો છો. તમે લાંબા સમય સુધી તાજગીનો અનુભવ કરી શકો છો. તમને વારંવાર ભૂખ નથી લાગતી, આ કારણે મેદસ્વિતા ઝડપથી કાબૂમાં રહે છે.જો તમને સીધું ખાવાનું પસંદ ન હોય તો તમે સ્મૂધી બનાવીને પી શકો છો.


આલુબદામના અન્ય ફાયદા



  • આલુબદામમાં લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ જોવા મળે છે, જે ડાયાબિટીસના જોખમ માટે કામ કરે છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસના દર્દીએ આલુબદામ ખાવું જોઈએ.

  • આલુબદામમાં પણ એન્ટીઓક્સીડેન્ટ હોય છે. આ તમારી ત્વચા તેમજ તમારા મનને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે તણાવ ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

  • ફાઈબરની માત્રાને કારણે તે કબજિયાતની સમસ્યામાં પણ રાહત આપે છે. આ ખાવાથી પેટ સરળતાથી સાફ થાય છે. મળ પસાર કરવાનું સરળ બને છે અને તમે કબજિયાતથી રાહત મેળવી શકો છો

  • તેમાં વિટામિન સી પણ પર્યાપ્ત માત્રામાં હોય છે. જે આંખો અને ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.


આલુબદામની સ્મૂધી બનાવવા માટેની સામગ્રી



  • આલુબદામ 4થી 5

  • દહીં અડધો કપ

  • અડધો ગ્લાસ પાણી

  • બદામ - 3 થી 4

  • અંજીર 2 થી 3

  • મધ એક ચમચી


આલુબદામની સ્મૂધી કેવી રીતે બનાવવી?


બદામ અને અંજીર સિવાયની બધી સામગ્રીને બ્લેન્ડરમાં નાંખો અને બ્લેન્ડ કરો. તમારી સ્મૂધી તૈયાર છે. આ ગ્લાસમાં નીકળો. બદામ અને અંજીરથી ગાર્નિશ કરીને સ્મૂધીની મજા માણો


Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો