Health: ઘણીવાર ડૉક્ટરો કે સ્વાસ્થ્ય નિષ્ણાતો કહે છે કે રોજ એક ફળ અથવા એક ગ્લાસ જ્યુસ પીવો જોઈએ. કેટલાક લોકો એવા હોય છે જેઓ તેમના દિવસની શરૂઆત ફળ અથવા જ્યુસથી કરે છે.
સ્વાસ્થ્ય નિષ્ણાતોનો મત છે કે, રોજ એક સિઝનલ ફળ ખાવું જોઇએ અથવા તેનું જ્યુસ પીવું જોઈએ. કેટલાક લોકો એવા હોય છે જેઓ તેમના બે દિવસની શરૂઆત ફળ અથવા જ્યુસથી કરે છે. પરંતુ શું આપ આપના શરીરની તાસીર મુજબ ફળો ખાઈ રહ્યાં છો. કારણ કે ઘણા લોકોને એ પણ ખબર નથી હોતી કે તેમને કયા ફળની એલર્જી છે અને કયા ફળથી તેમને ફાયદો થાય છે. ફળોમાં આવા વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે. જે ખાધા પછી વ્યક્તિ ઉર્જાવાન અને તાજગીવાન બને છે. ફળો શરીર માટે જરૂરી છે કારણ કે તેમાં રહેલી નેચરલ સુગર શરીર માટે ફાયદાકારક છે. હવે સવાલ એ થાય છે કે, શું સવારે ખાલી પેટે ફળ કે જ્યુસ પીવું યોગ્ય છે?
વજન ઘટાડવામાં ફળ ખૂબ જ અસરકારક છે
ફળ ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. વાસ્તવમાં, ફળમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે પેટની પાચન તંત્ર માટે ખૂબ જ સારું હોય છે, સાથે જ આ ફળ વજન ઘટાડવામાં અને બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ફળોમાં રહેલા વિટામિન્સ, મિનરલ્સ, એન્ટીઓક્સીડેન્ટ્સ અને ફાઈટોકેમિકલ્સ શરીરમાંથી જૂના રોગોને દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે. આમાં, તમે બેરી, સફરજન, પીચ, સાઇટ્રસ ફળો અને દ્રાક્ષનું સેવન કરી શકો છો. સંતુલિત આહાર લેવા માટે જેમાં આખા અનાજ, ઘણી બધી શાકભાજી, દુર્બળ પ્રોટીન અને આખા અનાજનો સમાવેશ થાય છે.વેઇટ લોસની આપ જર્નિ પર છો તો જ્યુસ કરતા ફળો ખાવા વધુ સારૂ ઓપ્શન છે.
ફળોનો રસ પીવો કે નહીં
ફ્રુટ જ્યુસ પીતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો કે જો આપ રેડીમેઇડ બજારમાં મળતાં ફળું જ્યુસ પીવો છોતો આ પેકેડ જ્યુસ એકપણ પ્રકારે હેલ્ધી નથી. જો આપ ઘરે પણ ફ્રૂટ જ્યુસ બનાવો છો તો તેમા સુગર ન ઉમેરો તો યોગ્ય છે જો કે જયુસમાં ફાઇબરની માત્રા ઘટી જાય છે.
ફ્રુટ જ્યુસ બનાવવાથી તેમાં હાજર પોષક તત્વો અને એન્ટીઓક્સીડેન્ટ ઓછા થઈ જાય છે. તેમાં રહેલ સુગર અને કેલરી પણ વધે છે. જેઓ પેકેજ્ડ જ્યુસ પીવે છે તેમના સ્વાસ્થ્ય માટે તે ખૂબ જ હાનિકારક છે.ટૂકંમાં કહીએ તો જયુસ પીવા કરતા તેના સ્થાને ફ્રૂટ ખાવા વધુ સ્વાસ્થ્યપ્રદ છે.