Myth Vs Facts: શું ફોન પાસે રાખીને સૂવાથી કેન્સર થાય છે? કેન્સરને લઈને ઘણી વાર આપણે આપણી આસપાસ આવી વાતો સાંભળીએ છીએ. કેન્સરને લઈને લોકોના મનમાં અનેક ગેરમાન્યતાઓ છે. એવા ઘણા પ્રશ્નો છે જેના વિશે તે ઘણીવાર મૂંઝવણમાં રહે છે. એક મોટો સવાલ એ છે કે, ફોનને માથાની નજીક રાખવાથી બ્રેઈન ટ્યુમરની સમસ્યા થાય છે.


મિથ વિ ફેક્ટ્સ એ આવી બાબતો અંગે 'ABP લાઈવ હિન્દી'ની ખાસ રજૂઆત  છે. 'મીથ Vs ફેક્ટ્સ સિરીઝ' તમને ખોટી માન્યતાના  દલદલમાંથી બહાર કાઢીને સત્ય લાવવાનો પ્રયાસ છે. ફોન અને કેન્સર વિશે ઘણી વાતો કહેવામાં આવે છે. શું તમે તમારો ફોન તમારી નજીક રાખીને સૂઈ જાઓ છો? કેટલાક લોકો રાત્રે સૂતી વખતે પણ તેને પાસે રાખીને જ ઊંઘે છે. શા માટે ડોક્ટરો તમને તમારા મોબાઈલ ફોનને તમારા બેડરૂમથી દૂર રાખવાનું કહે છે. જાણીએ


Myths Vs Facts: શું મોબાઈલ ફોન કેન્સરનું જોખમ વધારે છે?


 Facts: આપણે એવા યુગમાં જીવી રહ્યા છીએ જ્યારે આપણો મોબાઈલ ફોન આપણી જાતનો એક ભાગ હોય તેવું લાગે છે. આવી સ્થિતિમાં તેની સુરક્ષા અંગેના પ્રશ્નોને નજરઅંદાજ કરી શકાય નહીં. એક ચિંતા એ છે કે શું શારીરિક રીતે મોબાઈલ ફોનને તમારી નજીક રાખવાથી, ખાસ કરીને સૂતી વખતે, મગજની ગાંઠનું જોખમ વધે છે? ઈન્ટરનેશનલ બ્રેઈન ટ્યુમર અવેરનેસ ગ્રુપના જણાવ્યા અનુસાર, સાઉથ ફર્સ્ટે આ અંગે નિષ્ણાતો સાથે વાત કરી હતી.


 ઘણા રિસર્ચમાં એ સાબિત થયું છે કે, મોબાઈલ ફોનથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું હતું કે અનેક સ્વાસ્થ્ય સંબંધી જોખમો વધી જાય છે. જ્યારે કેટલાક સંશોધનોએ ફોનના ઉપયોગ અને મગજની ગાંઠ વચ્ચે સંભવિત સંબંધ સૂચવ્યો છે.


 એપોલો હોસ્પિટલ, હૈદરાબાદના કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ ડૉ. સુધીર કુમાર કહે છે, 'અત્યાર સુધી એવા કોઈ નક્કર પુરાવા મળ્યા નથી કે, સૂતી વખતે કાન કે માથા પાસે મોબાઈલ ફોન રાખવાથી બ્રેઈન ટ્યુમર થાય છે.


 ડોક્ટર કુમાર સમજાવે છે કે, મોબાઈલ ફોન ખાસ પ્રકારના રેડિયો ફ્રીક્વન્સી (RF) કિરણો બહાર કાઢે છે. જે નોન-આયનાઇઝિંગ રેડિયેશનનો એક પ્રકાર છે. એક્સ-રેના આયનાઇઝિંગ રેડિયેશનથી વિપરીત, જે ડીએનએને નુકસાન પહોંચાડી શકે છે અને સંભવિત રીતે કેન્સરનું કારણ બની શકે છે. એવા કોઈ પુરાવા નથી કે બિન-આયનાઇઝિંગ રેડિયેશન ગાંઠોનું કારણ બને છે. મેનિન્જીયોમા જેવી સૌમ્ય ગાંઠો અને ગ્લિઓમા જેવી કેન્સરયુક્ત ગાંઠો બંને જોવા મળી છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે આ માટે કોઈ પુરાવા નથી. કેટલાક અભ્યાસોમાં કેન્સરના જોખમમાં થોડો વધારો જોવા મળ્યો છે, પરંતુ તેના માટે કોઈ મજબૂત પુરાવા નથી.


 સંશોધકોએ મોબાઇલ ફોનના ઉપયોગ અને મગજની ગાંઠો વચ્ચેના સંબંધની તપાસ કરવા માટે ઘણા વ્યાપક અભ્યાસ હાથ ધર્યા છે. જેમાં એવો કોઈ નક્કર પુરાવો નથી  મળ્યા કે  જે સૂચવે છે કે, તમારો સેલ ફોન હાથની નજીક રાખવાથી અથવા તમે સૂતી વખતે પણ તેને તમારી નજીક રાખવાથી મગજના કેન્સરનું જોખમ વધે છે.