Health tips;આજકાલ બધા જ લોકો ફળ અને શાકભાજીને ફ્રિજમાં રાખવાનું પસંદ કરે છે. પરંતુ શું આપ જાણો છો કે, ફળોને ફ્રિજમાં રાખવાથી તેના પોષકતત્વો નષ્ટ થઇ જાય છે. તો જાણીએ ક્યાં ફળોને ફ્રિજમાં ન રાખવા જોઇએ. 



લોકો એવું માને છે કે, શાકની જેમ ફળોને પણ ફ્રિજમાં રાખવાથી તે લાંબો સમય સુધી ફ્રેશ રહે છે. જો કે એવું નથી ફ્રિજમાં રાખવાથી ફળ ખરાબ થાય છે અને તે ઝેરીલા પણ થઇ શકે છે. ખાસ કરીને પલ્પવાળા ફળોને ક્યારેય ફ્રિજમાં ન રાખવા જોઇએ. 


કેળા એવું ફળ છે, જેને ફ્રિજમાં ક્યારેય ન રાખવા જોઇએ. કેળાં ફ્રિજમાં રાખવાથી ઝડપથી કાળાં પડી જાય છે. કેળાના ડંઠલમાંથી ઇથાઇલીન ગેસ નીકળે છે. જે બીજા ફળોને પણ ઝડપથી પકવી દે છે. જેથી કેળાને બીજા ફળોથી દૂર અને ફ્રિજમાં ન રાખવા જોઇએ. 


ગરમીની સિઝનમાં લોકો તરબૂચ ભરપૂર પ્રમાણમાં ખાય છે. મોટું ફળ હોવાથી લોકો કાપીને ફ્રિજમાં રાખી દે છે. ફ્રિજમાં રાખવાથી તેના એન્ટીઓક્સિડન્ટ ખરાબ થઇ જાય છે. હાં, ખાવાના થોડા સમય પહેલા તેને ફ્રિજમાં રાખી શકાય. 


સફરજનમાં  એક્ટિવ એન્જાઇમ્સ હોવાથી તે ઝડપથી પાકી જાય છે. આ કારણે તેને ફ્રિજમાં ન રાખવા જોઇએ. જો લાંબો સમય માટે રાખવાના હોય તો કાગળમાં લપેટીને રાખી શકાય છે. ઉપરાંત બીજ વાળા ફળોને પણ ફ્રિજમાં રાખવનું શક્ય હોય ત્યાં સુધી ટાળવું જોઇએ. 


કેરીને પણ ક્યારેય ફ્રિજમાં ન રાખવી જોઇએ. આવું કરવાથી કેરીમાં મોજૂદ એન્ટીઓક્સિડન્ટ ઓછું થઇ જાય છે અને અન્ય પોષક તત્વો પણ નષ્ટ થઇ જાય છે. કેટલાક વખત કેરી કર્બાઇડથી પકાવેલી હોય છે. જેને ફ્રિજમાં રાખવાથી તે પાણી સાથે મળીને કેરીને ખરાબ કરી દે છે. 


લીચીને પણ ક્યારેય ફ્રિજમાં ન રાખવી જોઇએ. ફ્રિજમાં લીચી રાખવાથી તેની બહારની સાઇડ તો બરાબર જ રહે છે પરંતુ અંદરનો પલ્પ ખરા


શું આપ પણ ટોયલેટમાં મોબાઇલનો ઉપયોગ કરો છો? બંધ કરી દો, નહિ તો થશે આ બીમારી


મોબાઈલ ફોન જીવનનો મહત્વનું અંગ બની ગયો છે. લોકોના દિવસની શરૂઆત મોબાઈલ ફોનથી થાય છે અને રાત્રે ઊંઘતાં પહેલા  સુધી મોબાઇલ ફોનનો યુઝ થતો હોય છે. જો આપ ટોઇલેટમાં પણ મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા હો તો આ આદત બીમારીને નોતરે છે. 
મોબાઈલ ફોન જીવનનો મહત્વનું અંગ બની ગયો છે. લોકોના દિવસની શરૂઆત મોબાઈલ ફોનથી થાય છે અને રાત્રે ઊંઘતાં પહેલા  સુધી મોબાઇલ ફોનનો યુઝ થતો હોય છે. જો આપ ટોઇલેટમાં પણ મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા હો તો આ આદત બીમારીને નોતરે છે. 
 કેટલાક લોકો એક ક્ષણ માટે પણ પોતાનાથી મોબાઇલને અળગા નથી કરતા.  ઘણા લોકો એવા છે, જે ફોનને ટોયલેટમાં પણ લઈ જાય છે. અત્યાર સુધી લોકો અખબારો અને મેગેઝીન લઈને ટોઇલેટમાં લઇ  જતા હતા, પરંતુ હવે તેઓ ફોનને બાથરૂમમાં પણ લઈ જાય છે. જો તમે પણ આ કરો છો તો સાવધાન! આ આદત તમને બીમાર કરી શકે છે. તમારી આ આદતને આજે જ બદલો. મોબાઈલ ફોનમાં મોટાભાગના બેક્ટેરિયા એકઠા થાય છે, જેના કારણે તમે ઘણી બીમારીઓથી સંક્રમિત થઈ શકો છો.


બાથરૂમમાં મોટાભાગના જંતુઓ અને બેક્ટેરિયા
શુ આપ જાણો છો કે બાથરૂમમાં સૌથી વધુ બેક્ટેરિયા હોય છે. અહીં નળ, દરવાજાના હેન્ડરમાં થી વધુ જંતુઓ હોય છે. આ બેક્ટેરિયા આપ જોઇ શકતા નથી  પરંતુ જ્યારે આપ ટોઇલેટમાં  ફોનનો ઉપયોગ કરો છો તો બેક્ટેરિયાના સંપર્કમાં  ફોન આવે છે. આ રીતે મોબાઇલથી તે આપના હાથના સંપર્કમાં આવે છે. જે આપને બીમાર કરે છે. 


સતત ફોનનો ઉપયોગ કરવાથી તણાવ વધે છે. જો તમે બાથરૂમમાં પણ ફોનનો ઉપયોગ કરો છો, તો ડિપ્રેશન વધે છે. ફોનને બાથરૂમમાં લઈ જઈને તમે તમારા મન અને સ્વાસ્થ્ય બંને સાથે  ચેડાં કરી  રહ્યા છો.


 જે લોકો બાથરૂમમાં મોબાઈલનો ઉપયોગ કરે છે, તેઓ લાંબા સમય સુધી ટોઇલેટમાં  બેસી રહે છે. લાંબા સમય સુધી ત્યાં બેસવાથી આપ પાઈલ્સના દર્દી બનાવી શકે છે. શૌચમાં લાંબો સમય બેસી રહેવાથી રેક્ટમની માંસપેશી પર દબાણ પડે છે. જે પાઈલ્સનું મુખ્ય કારણ છે. નિષ્ણાતો કહે છે કે પોટીમાં 10 મિનિટથી વધુ ન બેસવું જોઈએ.


બાથરૂમમાં પોટી દરમિયાન મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ કરવાથી પાઈલ્સની સમસ્યા થઈ શકે છે. બાથરૂમમાં બેસીને તમે મોબાઈલનો ઉપયોગ જેટલો લાંબો સમય કરો છો તેનાથી નીચેના ગુદામાર્ગના સ્નાયુઓ પર દબાણ આવે છે. તેનાથી પાઈલ્સનો ખતરો વધી જાય છે.