તમે રોજ રાત્રે તાંબાના વાસણમાં પાણી રાખો અને સવારે સૌથી પહેલા આ પાણી પી લો. આમ કરવાથી શરીરમાં કોપરની ઉણપ પૂરી થાય છે અને શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. ખાલી પેટ આ પાણીનું સેવન કરવાથી પેટ સાફ કરવામાં પણ ઘણો ફાયદો થાય છે. તાંબાના વાસણમાં આખી રાત રાખવામાં આવેલ પાણી શરીરને ડિટોક્સ કરવા માટે ટોનિકની જેમ કામ કરે છે.


તાંબાનું પાણી મેલાનિનના ઉત્પાદનમાં મદદ કરે છે. મેલાનિન ત્વચાને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવવા માટે છત્રીની જેમ કામ કરે છે. આના કારણે ત્વચા પર ઝડપથી કરચલીઓ પડતી નથી અને વધતી ઉંમરની અસરને ઓછી કરે છે. આ સાથે આંખો અને વાળનો રંગ જાળવવા માટે શરીરને મેલાનિનની પણ જરૂર પડે છે.જો કે આખો દિવસ આ પાણીનું સેવન નુકસાનકારક છે. 


વજન નિયંત્રણ માટે-તાંબાના વાસણમાં રાખેલ પાણી શરીરમાં જમા થયેલી ચરબીને ઘટાડવાનું કામ કરે છે. કોપર બોડી ડિટોક્સ અને આંતરિક સફાઈમાં ખૂબ અસરકારક છે. તેથી, જો તમે ઈચ્છો છો કે તમારા શરીર પર ચરબી જમા ન થાય અને સ્થૂળતા નિયંત્રણમાં રહે, તો દરરોજ સવારે ખાલી પેટે તાંબાના વાસણનું પાણી પીવાનું શરૂ કરો.


આયુર્વેદ અનુસાર, જે લોકો ઝાડા, ઉલટી, ઉબકા, ગેસ, માથાનો દુખાવો, બળતરા અથવા કોઈપણ ગંભીર રક્તસ્રાવની સમસ્યાથી પીડાતા હોય તેઓએ આ પાણી પીવું જોઈએ નહીં. આ પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે.


ઓસ્ટ્રેલિયન ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ અનુસાર, એક પુખ્ત વ્યક્તિને સામાન્ય રીતે દિવસમાં બે થી ત્રણ મિલિગ્રામ કોપરની જરૂર હોય છે. જેમાંથી 90 ટકા તમને ખોરાક દ્વારા મળે છે. જો તમે તાંબાના વાસણમાંથી પાણી પીતા હોવ તો તેને દિવસમાં એક કે બે વારથી વધુ ન પીવો. જો શરીરમાં કોપરનું પ્રમાણ વધી જાય તો તેનાથી ઉબકા, ઉલ્ટી, ઝાડા, ગેસ અને માથાનો દુખાવો થઈ શકે છે.


જો તે મહિનાઓ અને વર્ષો સુધી સતત વધુ પ્રમાણમાં પીવામાં આવે તો તે લીવરને નુકસાન પહોંચાડી શકે છે અને વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. તમે દિવસમાં બે થી ત્રણ ગ્લાસ તાંબાનું પાણી પી શકો છો. તેનાથી વધુ તાંબાનું પાણી નુકસાન કરે છે.