Health :  રાત્રે સૂતા પહેલા ગરમ દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી ગાઢ નિંદ્રાનું સુખ પણ મળે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.  દૂધ કેલ્શિયમની ઉણપ દૂર કરે છે-કેલ્શિયમ આપણા શરીરમાં હાડકાં અને દાંતની વૃદ્ધિ અને મજબૂતી માટે જરૂરી છે. આવી સ્થિતિમાં દરરોજ રાત્રે ગરમ દૂધનું સેવન કરવાથી આપણા દાંત અને હાડકા મજબૂત બને છે. ગરમ દૂધનું સેવન કરવાથી ગળા સંબંધિત કોઈ સમસ્યા નથી થતી. રાત્રે સૂતા પહેલા હળવું ગરમ દૂધ પીવાથી સારી ઊંઘ આવે છે.  દૂધમાં એક ચપટી કાળા મરી મિકસ કરીને પીવું ફાયદાકારક છે.  


દૂધ એનર્જી બૂસ્ટર છે. દૂધમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે. તેથી દરરોજ દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. રોજ રાત્રે એક ગ્લાસ હુંફાળું દૂધ પીવાથી બીજા દિવસની ઉર્જા જળવાઈ રહે છે. સાથે જ દૂધ પીવાથી સ્નાયુઓનો પણ વિકાસ થાય છે.  કબજિયાતની સમસ્યાથી પરેશાન છો તો દૂધ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. કબજિયાતની સમસ્યાથી પરેશાન લોકો માટે ગરમ દૂધ ઔષધ જેટલું જ અસરકારક માનવામાં આવે છે. 


આજના સમયમાં લોકો કામમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેઓ પોતાના પર ધ્યાન આપી શકતા નથી. આવી સ્થિતિમાં થાક અને ચીડિયાપણું આવવાનું જ છે. આવી સ્થિતિમાં તમારે ગરમ દૂધને તમારી દિનચર્યાનો ભાગ બનાવવો જોઈએ. તેનાથી તમારી સમસ્યા દૂર થશે.


ગરમ દૂધનું સેવન કરવાથી ગળા સંબંધિત કોઈ સમસ્યા નથી થતી. જો તમને તમારા ગળામાં કોઈ પ્રકારની સમસ્યા છે, તો દૂધમાં એક ચપટી કાળા મરી મિકસ કરીને પીવું ફાયદાકારક છે.  રોજ દૂધ પીવાથી તમને અનિદ્રાની સમસ્યાથી છુટકારો મળે છે. દરરોજ રાત્રે સૂતા પહેલા હળવું ગરમ દૂધ પીવાથી સારી ઊંઘ આવે છે. 


દૂધ આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને બાળકોનાં આરોગ્ય માટે દૂધને ઉત્તમ માનવામાં આવે છે. દૂધમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ અને વિટામિન ડી હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને અસંખ્ય બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે. આ જ કારણ છે કે, લોકો તેમના આહારમાં દૂધને અચૂક સામેલ કરતા હોય છે.