Green tea  disadvantages :ઘણા લોકો વજન ઘટાડવા માટે ગ્રીન ટીનું સેવન કરે છે. પરંતુ ગ્રીન ટીનું દિવસભર આડેધડ સેવન કરવાથી સ્વાસ્થ્યને નુકસાન પણ થઇ શકે છે અને તેની સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડે છે.


ઘણા લોકો વજન ઘટાડવા માટે ગ્રીન ટીનું સેવન કરે છે. કારણ કે ગ્રીન ટી માત્ર વજન ઘટાડવા માટે જ નહીં પરંતુ શરીરની અનેક સમસ્યાઓને દૂર કરવામાં પણ ચોક્કસપણે  અસરકારક છે. ગ્રીન ટી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં પણ મદદ કરે છે. આવી સ્થિતિમાં ઘણા લોકો વગર વિચાર્યે દિવસમાં આડેધડ  ગ્રીન ટીનું સેવન કરે છે. તેથી, ધ્યાનમાં રાખો કે એક દિવસમાં 3 કપથી વધુ ગ્રીન ટીનું સેવન ન કરવું જોઇએ.  ગ્રીન ટીનું વધુ પડતું સેવન કરવાથી અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે. ચાલો  જણાવીએ કે  ગ્રીન ટીનું વધુ સેવન કેમ ન કરવું જોઈએ. તે આપણા શરીરને શું નુકસાન પહોંચાડી શકે છે?


ગ્રીન ટીના ગેરફાયદા


પેટ સંબંધિત સમસ્યાઓ
 ગ્રીન ટીનું વધુ સેવન કરવાથી પેટમાં બળતરા, એસિડીટિ  જેવી સમસ્યાઓ થઈ શકે છે. ગ્રીન ટીમાં ટેનીન નામનું તત્વ હોય છે, જેનું વધુ સેવન કરવાથી  એસિડિટીનું કારણ બને છે.


માથાના દુખાવાની સમસ્યા
દિવસમાં 2 દિવસથી વધુ સમય સુધી ગ્રીન ટીનું સેવન કરવાથી માથાના દુખાવાની સમસ્યામાં રાહત મળે છે, પરંતુ જો તમે જરૂર કરતા વધારે ગ્રીન ટી પીતા હોવ તો તેનાથી માઈગ્રેનની સ્થિતિ થઈ શકે છે. તેનાથી માથાનો દુખાવોની સમસ્યા ખૂબ વધી શકે છે.


ઊંઘની સમસ્યા
 કેફીનનું વધુ સેવન કરવાથી ઉંઘની સમસ્યા થઈ શકે છે. જો કે ગ્રીન ટીમાં ખૂબ જ ઓછી માત્રામાં કેફીન હોય છે, પરંતુ જો તમે તેને ખૂબ વધારે માત્રામાં લો છો, તો તે તમારી ઊંઘ પર ખરાબ અસર કરી શકે છે. આ મેલાટોનિન હોર્મોનમાં અસંતુલનનું કારણ બની શકે છે. જેનાથી ઊંઘમાં તકલીફ થઈ શકે છે.


હાડકાં નબળાં પડે છે
 ગ્રીન ટીના વધુ પડતા સેવનથી વ્યક્તિના હાડકાં નબળાં થઈ જાય છે. તમને જણાવી દઈએ કે ગ્રીન ટીમાં રહેલા કમ્પાઉન્ડ કેલ્શિયમના શોષણને ઘટાડી શકે છે. જેની અસર તમારા હાડકાં પર પડી શકે છે. ટૂંકમાં  ગ્રીન ટીને અતિરેક દરેક રીતે સ્વાસ્થ્યને નુકસાન કરે છે.