Skin: ઉંમર વધવાની સાથે આપણા શરીરમાં ઘણા ફેરફારો થાય છે.  તેથી જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ આપણે આપણા આહારનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. વધતી જતી ઉંમર સાથે જો ત્વચાની યોગ્ય રીતે કાળજી લેવામાં ન આવે તો ચહેરા પર કરચલીઓ અને બીજી ઘણી સમસ્યાઓ દેખાવા લાગે છે. ઘણીવાર આપણે આપણા ચહેરાને સુંદર રાખવા અને વધતી ઉંમરના લક્ષણોને ઘટાડવા માટે બજારમાં મોંઘાદાટ ઉત્પાદનોનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ ચહેરા પર વધુ પડતા ઉત્પાદનનો ઉપયોગ ત્વચાને નુકસાન પહોંચાડે છે. મોંઘા ઉત્પાદનો ત્વચાને બહારથી રંગ આપી શકે છે. પરંતુ પોષણયુક્ત આહાર ત્વચાને અંદરથી સ્વસ્થ બનાવે છે. બજારમાં ઘણા મોંઘા ઉત્પાદનો મળે છે જેનો વધુ પડતો ઉપયોગ તમારી સ્કિનને નુકસાન પહોંચાડી શકે છે. 


ચાલો જાણીએ આવા જ એક ફળ વિશે જે તમારી ત્વચા માટે કોઈ દવાથી ઓછું નથી, તમારે તમારા આહારમાં પોષક તત્વોનો સમાવેશ કરવો જોઈએ. અહીં અમે તમને એક એવા ફળ વિશે જણાવીશું જે તમારી ત્વચા માટે ઉત્તમ સાબિત થઈ શકે છે.


એવોકાડોમાં મિનરલ્સ અને પ્રોટીન ભરપૂર માત્રામાં


આ ફળનું નામ એવોકાડો છે. એવોકાડોમાં ઉચ્ચ ફેટી એસિડ્સ, વિટામીન A, B, E, ફાઈબર, મિનરલ્સ અને પ્રોટીન ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે શરીરને અનેક ફાયદા પહોંચાડવામાં મદદરૂપ છે. એવોકાડો ત્વચા, વાળ અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારુ ફળ માનવામાં આવે છે. એવોકાડો આપણી ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આટલું જ નહીં, તે આપણી ઉંમર કરતા નાના દેખાવામાં પણ મદદ કરી શકે છે. આ ફળ તમારી સ્કીનને ગ્લો કરવાનું કામ કરે છે.    


આ ફળમાં અનેક ગુણ હોવાથી તે ખૂબ પ્રચલીત થઈ રહ્યુ છે. તેમાં રહેલા વિટામિન, મિનરલ્સ તથા વિવિધ તત્વોથી અનેક રોગમાં રાહત મળે છે. આ ફળથી વાળ અને ત્વચાને ખૂબ ફાયદો થાય છે. તે કેન્સર, ડાયાબિટીસ, અપચો જેવા રોગોથી રાહત આપે છે. બ્લડમાં શુગરનું લેવલ અનબેલેન્સ હોય તેવા લોકો માટે આ ફ્રુટ ખૂબ ફાયદાકારક છે. આ લો કાર્બ ફૂટ છે જેથી બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.