Benefits of guava: જામફળ હાઇ એનર્જી ફ્રૂટ છે. જેમાં વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં છે. જામફળમાં એન્ટિ એજિંગ ગુણ હાવોથી સ્કિનને હેલ્થી રાખે છે. તેનાથી આંખોનો સોજો અને હાર્ક સર્કલ પણ દૂર થાય છે. આ સમયે બજારમાં જામફળ આવી રહ્યાં છે. જામફળ એક એવું ફળ છે, જે ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.તેમાં કેલેરી ઓછી હોય છે અને તેમાં ફાઈબર અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ નગણ્ય હોય છે, તેથી તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. ખાંડની માત્રા ઓછી હોવાને કારણે તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.
ડાયટ એક્સપર્ટ અનુસાર જામફળ પેટની ઘણી બીમારીઓ માટે રામબાણ ઇલાજ છે. જામફળના સેવનથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. તેના બીજનું સેવન સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જામફળમાં વિટામિન સીની પૂરતી માત્રા હોય છે, જે ઘણા રોગોમાં ફાયદાકારક છે. જાણીએ આ ફળના અન્ય શું છે વિશેષ ફાયદા
જામફળ વિટામીન સીથી ભરૂપુર છે, બીજા સિટ્રીક ફળોની તુલનામાં જામફળમાં ચાર ગણું વિટામિન સી હોય છે. જો આપના સ્વાસ્થ્ય સાથે સુંદરતાને પણ વધારે છે.
નિયમિત જામફળ ખાવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે. તેમજ જામફળ ત્વચાની કરચલીઓને થતી પણ રોકે છે. પેટ સંબંધિત સમસ્યામાં પણ કારગર છે.
જો આપને કબજિયાતની સમસ્યા રહેતી હોય તો જામફળ પાચનને દુરસ્ત કરે છે. કબજિયાતની સમસ્યા પણ દૂર કરે છે.
જો આપ નિયમિત જામફળનું સેવન કરો છો તો બ્લડ શુગર પણ નિયંત્રિત રહે છે. આ સિવાય ફાઇબરથી ભરપૂર જામફળ શર્કરાના પાચનમાં સહાયક થાય છે અને ઇંસુલિનની માત્રાને વધારે છે.
જો આપ ડાયટિંગ કરી રહ્યાં હો તો આ બેસ્ટ ફળ છે. બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ જામફળ કારગર છે. જામફળ આપને ભરપૂર એનર્જી આપવાની સાથે કોલેસ્ટ્રોલના સ્તરને પણ ઓછું કરે છે તેમજ તે આપના વજનને ઓછું કરવામાં મદદ કરે છે.
Disclaimer- સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
આ પણ વાંચો.....