Benefits of eating tomato : ટામેટાનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવેે છે. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે.  જો દરરોજ ટામેટાનું સેવન કરવામાં આવે તો શરીરમાં ચોંકાવનારા લાભ થશે. ટામેટાના સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. 

લોકો ટામેટાને સલાડમાં પણ ખાવાનું પસંદ કરતા હોય છે. પરંતુ ટામેટાંનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ટામેટાં પોષક તત્વોથી ભરપૂર હોય છે. ટામેટાનો ઉપયોગ મોટાભાગે શાક બનાવવા માટે થાય છે.  ટામેટાંમાં વિટામિન-એ, વિટામિન-સી ફાઈબર, ફોલેટ અને કેલ્શિયમ જેવા અનેક તત્વો મળી આવે છે.  જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમજ ટામેટાંમાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે.

ટામેટાંનું સેવન આંખો માટે ખૂબ જ ફાયદાકારક

ટામેટાંનું સેવન આંખો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે ટામેટાંમાં વિટામિન A સારી માત્રામાં જોવા મળે છે અને વિટામિન A આંખોને સ્વસ્થ રાખવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. ટામેટાંનું સેવન વજન ઘટાડવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે. કારણ કે ટામેટાંમાં સારી માત્રામાં ફાઈબર જોવા મળે છે અને ફાઈબર વજન ઘટાડવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે.

ટામેટાંનું સેવન હૃદય માટે ખૂબ જ ફાયદાકારક

હૃદયને સ્વસ્થ રાખવા માટે ટામેટાંનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે ટામેટામાં બીટા કેરોટીન, ફોલેટ, પોટેશિયમ, વિટામીન સી જેવા તત્વો જોવા મળે છે, તેથી તેનું સેવન કરવાથી હૃદયની બીમારીઓનું જોખમ ઓછું થાય છે. ટામેટાંમાં રહેલું લાયકોપીન કેન્સર કોષોને વધતા અટકાવવામાં મદદ કરે છે. તેમાં ફાઈબર હોય છે, જે પેટ સાફ કરે છે અને કબજિયાતની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. ટામેટામાં કેલરી ખૂબ ઓછી હોય છે, જે વજન નિયંત્રણમાં રાખે છે. ટામેટામાં વિટામિન C અને એન્ટીઑકિસડન્ટો હોય છે જે શરીરને શરદી અને વાયરલ ઇન્ફેક્શનથી બચાવે છે.             

ડિસ્ક્લેમર: આ માહિતી સંશોધન અભ્યાસો અને નિષ્ણાતોના અભિપ્રાય પર આધારિત છે. તેને તબીબી સલાહનો વિકલ્પ ન ગણવો. કોઈ પણ નવી પ્રવૃત્તિ કે કસરત અપનાવતા પહેલા તમારા ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ જરૂર લેવી.