Eggs vs Soybeans: પશ્ચિમ બંગાળમાં સરકારી શાળાઓના મિડ-ડે મીલ (મધ્યાહન ભોજન) ને લઈને એક મોટો વિવાદ અને ચર્ચા શરૂ થઈ ગઈ છે. સરકારે આ યોજના ચલાવવાની જવાબદારી ઇસ્કોન (ISKCON) સાથે જોડાયેલા અન્નમિત્ર ફાઉન્ડેશનને સોંપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય બાદ સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે જો બાળકોની થાળીમાંથી ઈંડા હટાવીને તેની જગ્યાએ સોયાબીનમાંથી બનેલી વાનગીઓ આપવામાં આવે, તો શું બાળકોને પૂરતું પોષણ મળી રહેશે?

Continues below advertisement

 

હાલમાં બંગાળમાં સરકારી સ્કૂલોના મધ્યાહન ભોજનમાં અઠવાડિયામાં એક દિવસ ઈંડું આપવામાં આવે છે. ઈંડું ઓછી કિંમતમાં સારી ગુણવત્તાવાળું પ્રોટિન પૂરું પાડે છે. તેની જગ્યાએ હવે સોયાબીન, પનીર કે રાજમા જેવા વિકલ્પોની ચર્ચા વચ્ચે એ જાણવું જરૂરી છે કે પ્રોટીનની બાબતમાં ઈંડા અને સોયાબીનમાંથી કયો વિકલ્પ વધુ શક્તિશાળી છે.

Continues below advertisement

આ પણ વાંચો...Women Health: 35 ની ઉંમર પછી કેમ મહિલાઓના હાડકા નબળા પડવા લાગે છે? જાણો લક્ષણો અને ઉપાયો

સોયાબીનને કેમ માનવામાં આવે છે બેસ્ટ પ્રોટીન સોર્સ?

સોયાબીનને વનસ્પતિ (Plants) માંથી મળતા પ્રોટીનના સૌથી શ્રેષ્ઠ સ્ત્રોતોમાં ગણવામાં આવે છે. મોટાભાગના શાકાહારી પ્રોટીન ફૂડ્સની સરખામણીમાં સોયાબીનમાં શરીર માટે જરૂરી તમામ 9 એમિનો એસિડ જોવા મળે છે. આ જ કારણે તેને 'કમ્પ્લીટ પ્રોટીન' (Complete Protein) કહેવામાં આવે છે.

  • પ્રોટીનની માત્રા:  સૂકા સોયા ચંક્સમાં અંદાજે 52 ગ્રામ પ્રોટીન હોય છે. આ સિવાય તેમાં 13 ગ્રામ ડાયેટરી ફાઈબર હોય છે અને ફેટનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે.

મિડ-ડે મીલમાં ઈંડાનું શું મહત્વ છે?

એક ઈંડું બાળકોને માત્ર પ્રોટીન જ નથી આપતું, પરંતુ ઘણા જરૂરી પોષક તત્વો પણ પૂરા પાડે છે, જેમાં પ્રોટીન, વિટામિન B12, વિટામિન D, કોલીન અને હેલ્ધી ફેટ સામેલ છે. આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોના ખોરાકમાં અવારનવાર આ પોષક તત્વોની ઉણપ જોવા મળે છે, તેથી ઈંડું તેમના માટે ખૂબ ઉપયોગી છે. વળી, ઈંડામાં રહેલું પ્રોટીન શરીર ખૂબ જ સરળતાથી પચાવી (Absorb) શકે છે.

ઈંડા, પનીર અને સોયાબીન: શેમાં કેટલું પ્રોટીન?

ન્યુટ્રિશન એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર:

  • 1 ઈંડું: અંદાજે 6 ગ્રામ પ્રોટીન

  • 50 ગ્રામ પનીર: અંદાજે 9 થી 10 ગ્રામ પ્રોટીન

  • 25 ગ્રામ સૂકા સોયા ચંક્સ: અંદાજે 13 ગ્રામ પ્રોટીન

જો માત્ર પ્રોટીનની માત્રા (Quantity) જોવામાં આવે તો સોયાબીન સૌથી આગળ છે, ત્યારબાદ પનીર અને પછી ઈંડું આવે છે. પરંતુ પ્રોટીનની ગુણવત્તા (Quality) એ વાત પર નિર્ભર કરે છે કે શરીર તેને કેટલી સરળતાથી પચાવી શકે છે. આ બાબતમાં ઈંડાનું પ્રોટીન સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.

પ્રોટીનની બાબતમાં વધારે તાકાતવર કોણ?

જો માત્ર પ્રોટીનની 'માત્રા'ની વાત કરીએ તો સોયા ચંક્સ ઈંડા કરતાં વધુ પ્રોટીન આપે છે, પરંતુ પ્રોટીનની 'ગુણવત્તા', પાચન ક્ષમતા અને ઓવરઓલ હેલ્થની દ્રષ્ટિએ ઈંડું આજે પણ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. સોયાબીન પ્રોટીનનો સારો સ્ત્રોત છે, પરંતુ ઈંડામાં રહેલા વિટામિન B12 અને કોલીન જેવા તત્વો સોયાબીનમાં નથી હોતા. તેથી જો ઈંડાની જગ્યાએ માત્ર સોયાબીન આપવામાં આવે, તો વિટામિનની ઉણપ પૂરી કરવા માટે ખોરાકમાં અન્ય વસ્તુઓ પણ ઉમેરવી પડશે.