Harmful effects Of Electronic Cigarette: ઈ-સિગારેટ માત્ર એક આદત તરીકે જ નહીં પણ એક ફેશન તરીકે પણ લોકોની પસંદગી બની રહી છે. ટેક્નોલોજીના યુગમાં સિગારેટનું વ્યસન છોડીને ઈ-સિગારેટ પકડવાથી લોકો તેને ઉચ્ચ વર્ગની પસંદગી ગણવા લાગ્યા છે. કેટલાક લોકોએ એવી માન્યતા પણ બનાવી છે કે સિગારેટ પીવાની જેમ ઈ-સિગારેટ પીવામાં કોઈ નુકસાન નથી. પરંતુ હકીકતમાં એવું નથી. ઈ-સિગારેટનું ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે પણ એટલું જ ભારે પડી શકે છે જેટલું ભારે સિગારેટ પીવું. જો તમે પણ આ ફેશનેબલની જાળમાં ફસાઈ રહ્યા છો, તો એકવાર તેના ગેરફાયદા ચોક્કસથી જાણી લો.


ફેફસાંને નુકસાન


ઇ સિગારેટમાં નિકોટિન નામનું તત્વ હોય છે. આ તત્વ સ્વાદ અને ગંધ માટે ઈ-સિગારેટમાં ભરવામાં આવે છે. આ સાથે તેમાં અન્ય કેટલાક રસાયણો પણ ભેળવવામાં આવે છે. જ્યારે આ મિશ્રણને જોરથી શ્વાસ લેવામાં આવે છે. ત્યારે તે ફેફસાં સુધી પહોંચે છે. જેના કારણે ફેફસાંને નુકસાન થવાની સંભાવના વધી જાય છે.


સગર્ભા સ્ત્રીઓને નુકસાન


નિયમિત સિગારેટની જેમ ઈ-સિગારેટની પણ ગર્ભવતી મહિલાના ગર્ભસ્થ બાળક પર ખરાબ અસર પડે છે. આ પ્રકારની સિગારેટ ધુમાડાને બદલે વરાળ બહાર કાઢે છે. વિવિધ રસાયણોથી બનેલી ફ્લેવરવાળી આ વરાળ ગર્ભમાં ઉછરી રહેલા બાળક પર ખરાબ અસર કરે છે. ઈ-સિગારેટનો ધુમાડો માત્ર શિશુઓ માટે જ નહીં મોટા બાળકો માટે પણ હાનિકારક છે.


હૃદય રોગોનું જોખમ


ઈ-સિગારેટમાં રહેલા ફ્લેવર્સ શરીરમાં વહેતા લોહીમાં સરળતાથી ભળી જાય છે. આ ફ્લેવરની અસર લોહી પર થાય છે. આ લોહી હ્રદય સુધી પહોંચે છે જેના લીધે તેના પર ખરાબ અસર થાય છે. આ સાથે હૃદય રોગનો ખતરો પણ વધી જાય છે.