Cholesterol : કોલેસ્ટ્રોલ એક રાસાયણિક સંયોજન છે જે શરીરમાં કોષોના નિર્માણ માટે જરૂરી છે, પરંતુ જ્યારે તે એક મર્યાદાથી વધી જાય છે, ત્યારે તે જોખમી પણ બની શકે છે. વધેલું બેડ કોલેસ્ટ્રોલ હૃદય અને મગજ માટે હાનિકારક છે. તેનાથી કિડનીને ગંભીર નુકસાન થઈ શકે છે. આપણા કેટલીક ફૂડ બેડ હેબિટના કારણે કોલેસ્ટ્રોલ વધે છે.
કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય છે. પ્રથમ એલડીએલ કોલેસ્ટ્રોલ એટલે કે લો ડેન્સિટી લિપોપ્રોટીન, બીજું એચડીએલ કોલેસ્ટ્રોલ એટલે કે હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન. સીડીસી અનુસાર, જ્યારે કોલેસ્ટ્રોલ હૃદયને લોહી પહોંચાડતી નસોને અવરોધે છે, ત્યારે કોરોનરી આર્ટરી ડિસીઝ થઈ શકે છે, જે હાર્ટ એટેક તરફ દોરી જાય છે. આવી સ્થિતિમાં, જો તમે પણ કંઈક ખરાબ ખાતા હોવ તો તરત જ તમારી આદત સુધારી લો. અહીં જાણો કયા ખોરાકને કારણે નસોમાં કોલેસ્ટ્રોલ જમા થાય છે...
1. માખણ
જો તમે સવારના નાસ્તામાં માખણ સાથે બ્રેડ ખાઓ છો તો સાવચેત રહો. ACP જર્નલના સંશોધન મુજબ, આ માખણ નસોમાં જમા થાય છે અને ખરાબ કોલેસ્ટ્રોલ વધારે છે. જેના કારણે કોરોનરી ધમની બ્લોક થઈ શકે છે.
2. આઈસ્ક્રીમ
તમે આઈસ્ક્રીમ ખાવાના શોખીન છો તો તમને જણાવી દઈએ કે, આનાથી કોલેસ્ટ્રોલ વધુ પડતું વધી શકે છે. યુએસડીએનું કહેવું છે કે, જો તમે 100 ગ્રામ વેનીલા ફ્લેવર્ડ આઈસ્ક્રીમ ખાઓ છો તો 41 મિલિગ્રામ કોલેસ્ટ્રોલ શરીરમાં પહોંચે છે, જે હાર્ટ હેલ્થ માટે બિલકુલ સારું નથી.
3. બિસ્કીટ
ચા સાથે બિસ્કિટ મોટા ભાગના લોકો આરોગે છે પરંતુ તેનાથી કોલેસ્ટ્રોલ નોંધપાત્ર રીતે વધી શકે છે. ઓસ્ટ્રેલિયાની ગવર્નમેન્ટ હેલ્થ વેબસાઈટ અનુસાર, બિસ્કીટ પ્રોસેસ કરવામાં આવે છે અને તેમાં સેચ્યુરેટેડ ફેટ હોય છે. તેનાથી કોરોનરી આર્ટરી ડિસીઝ થાય છે.
4. પકોડા અથવા ફ્રાઈડ ચિકન
પકોડા અને તળેલી ચિકન જેવી ડીપ ફ્રાઈડ વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. આ ખોરાકમાં સૌથી ગંદી પ્રકારની ચરબી જોવા મળે છે, જેને ટ્રાન્સ ચરબી કહેવાય છે. ખરાબ કોલેસ્ટ્રોલ વધવાનું આ સૌથી મોટું કારણ છે.
5. બર્ગર, પિઝા
જો તમે બર્ગર, પિત્ઝા અને પાસ્તા જેવા જંક ફૂડ ખૂબ ખાઓ છો, તો સાવચેત રહો, કારણ કે તેને બનાવવામાં માખણ, ક્રીમ, ચીઝ અને ઘણા કૃત્રિમ ઘટકોનો ઉપયોગ કરવામાં આવે છે, જે નસોમાં કોલેસ્ટ્રોલ જમા કરવામાં મદદ કરે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો