Foods To Eat And Avoid On Empty Stomach:  ભાગદોડ ભરી લાઈફમાં લોકો ઘણીવાર સવારના નાસ્તાની અવગણના કરે છે. અને પેટને લાંબા સમય સુધી ભૂખ્યું રાખે છે. જો કે ભૂખ સહન ના થતાં તેઓ ગમે તે ખાઈને પેટ ભરી લે છે. પરંતુ તેમને એ ખબર નથી હોતી કે તેઓ શું ખાઈ રહ્યા છે અને તે ખાવાથી તેઓને કેટલું નુકસાન થઈ શકે છે. જેની અસર ધીમે ધીમે તેમના સ્વાસ્થ્ય પર સ્પષ્ટપણે જોવા મળે છે. માટે આજે અમે તમને એવી વસ્તુઓ જણાવીશું જે તમારે ભૂખ્યા પેટે ના ખાવી જોઈએ. તો ચાલો જાણીએ કઈ કઈ વસ્તુઓ છે જેને તમારે નાસ્તામાં સામેલ ન કરવી જોઈએ.


મીઠાઇ


સવારે ખાલી પેટે મીઠાઈ ખાવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. ખાલી પેટે મીઠાઈ ખાવાથી શરીરમાં શુગર લેવલ વધી જાય છે અને તેનાથી તમે દિવસભર થાક અનુભવી શકો છો.


ટામેટા


ખાલી પેટે કાચા ટામેટાં ખાવાનું ટાળવું જોઈએ. તેમાં રહેલા ખાટા એસિડ પેટમાં રહેલા ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ એસિડ સાથે મળીને પેટમાં દુખાવો, ગેસ અને બળતરાની પરેશાની વધારીને પથરીનું જોખમ પણ વધારી શકે છે.


મસાલેદાર ખોરાક


ખાલી પેટે કંઈપણ મસાલેદાર ખાવાથી આખો દિવસ તમારું પેટ ખરાબ થઈ શકે છે. પેટમાં દુખાવો, ગેસ, એસિડિટી જેવી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, તેથી તેને સવારે ખાવાનું ટાળો.


શક્કરિયા


શક્કરિયા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ જો તમે સવારે ખાલી પેટ તેનું સેવન કરો છો, તો તે તમને ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચાડી શકે છે. શક્કરિયામાં હાજર ટેનીન અને પેક્ટીન ખાલી પેટે ખાવાથી ગેસ્ટ્રિક એસિડની સમસ્યા થઈ શકે છે. એટલું જ નહીં તેનાથી પેટમાં બળતરા અને ગેસ પણ થઈ શકે છે.


ઠંડા પીણાં


સવારની શરૂઆત હુંફાળા પાણીથી કરવી કહેવાય છે કારણ કે ખાલી પેટ ઠંડા પીણા પીવાથી કફ અને ઉધરસ થઈ શકે છે. તેનાથી તમારું પાચન બગડી શકે છે.


દૂધ અને કેળા


ખાલી પેટે કેળા અને દૂધનું સેવન કરવાથી અપચો, ગેસ અને એસિડિટીની સમસ્યા પણ થઈ શકે છે.