Covid Side Effects : કોરોના મહામારી દરમિયાન મોટાભાગના લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. જે લોકોને કોરોના થયો હતો તેમાંથી ઘણા બધા લોકોની ફરિયાદ છે કે તેઓ કોરોનામાંથી સ્વસ્થ તો થઈ ગયા છે પરંતુ તે લોકોને પહેલા કરતાં હવે થાક વધુ અનુભવાય છે. ત્યારે આવો જાણીએ આ સમસ્યાથી કેવી રીતે રાહત અનુભવશો.


કોરોના હજુ પણ દુનિયામાંથી સંપૂર્ણ રીતે ટળ્યો નથી


વિશ્વ ફરી એકવાર કોરોના વાયરસના નવા પ્રકાર BF7 ના ખતરાનો સામનો કરી રહ્યું છે. આને જોતા કહી શકાય કે કોરોના હજુ પણ દુનિયામાંથી સંપૂર્ણ રીતે ટળ્યો નથી. બીજી તરફ, કોરોના વાયરસથી પીડિત લોકો સ્વસ્થ થયા પછી પણ વિવિધ આડઅસરોનો સામનો કરી રહ્યા છે. આમાંની એક આડઅસર છે થાક. કેટલાક લોકો એટલા થાકી જાય છે કે તેઓ થોડા ડગલાં ચાલતાં જ હાંફવા માંડે છે. આવી સ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે તેનો સામનો કેવી રીતે કરવો. સૌથી પહેલા તો ચાલો જાણીએ કે અન્ય કયા કારણો છે જે થાક વધારે છે.


થાક લાગવાના કેટલાક કારણો



  • વધુ શારીરિક કાર્ય કરવું

  • ઉદાસ મન

  • ઊંઘ ના આવવી

  • તણાવ

  • સ્વસ્થ આહાર ન લેવો


કેવી રીતે મેળવશો આ સમસ્યામાંથી રાહત?


તમારી જાત સાથે નમ્રતા રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. યાદ રાખો કે તમે એવા યુદ્ધમાં નથી કે જ્યાં તમારે ટકી રહેવા માટે લડવું પડે. થોડા દિવસો માટે બધું ભૂલી જાઓ અને ફક્ત તમારી સંભાળ રાખો. આરામ કરો અને કામ પર ધ્યાન આપો. જો તમે થાક્યા પછી પણ કામ કરતા રહો છો, તો તેનાથી તમને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.


યોગ્ય આહાર લો


સૌથી વધુ અને અગત્યનું સ્ટેપ છે યોગ્ય આહાર. જો તમે તંદુરસ્ત આહાર લો છો તો તમારા શરીરને ઘણો ફાયદો થાય છે. જેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ અને સહનશક્તિ બંનેને મજબૂત કરશે. પ્રોટીન, ફાઈબર, આયર્ન ઉપરાંત તમારે વિટામિન-સી પણ વધુ લેવું જોઈએ. આ તમને સક્રિય રાખશે.


ઊંઘ પૂરી કરો


સારી ઊંઘ લેવી પણ ખૂબ જ જરૂરી છે. તમારે દરરોજ 7-8 કલાકની ઊંઘ લેવી જોઈએ. સારી ઊંઘ લેવા માટે જરૂરી વાતાવરણ ક્રિએટ કરો અને પૂરતી ઊંઘ કરો