જો આપ હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યાથી પીડિત હોય તો ડાયટમાં આ ફૂડનું સેવન ચોક્કસ કરવું જોઈએ. હાઈ કોલેસ્ટ્રોલના દર્દીઓ આ ઘરેલું ઉપાય અપનાવીને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકે છે.
કોલેસ્ટ્રોલ એક પ્રકારનું ફેટ છે, જે જ્યારે વધારે પડતું વધી જાય છે ત્યારે તમામ પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. ઉચ્ચ કોલેસ્ટ્રોલ હાર્ટ એટેક, સ્ટ્રોક, ટાઇપ 2 ડાયાબિટીસ અને અન્ય રોગોનું જોખમ વધારે છે.
કોલેસ્ટ્રોલનું વધતું સ્તર જીવનને જોખમમાં મૂકી શકે છે કારણ કે કોલેસ્ટ્રોલ વધવાને કારણે તેની સીધી અસર હૃદય પર થાય છે, જેનાથી વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. આવી સ્થિતિમાં, વ્યક્તિએ કોલેસ્ટ્રોલને યોગ્ય રાખવાનો પ્રયાસ કરતા રહેવું જોઈએ અથવા તેને વધુ પડતું વધવા ન દેવું જોઈએ. તો જાણીએ કે, કોલેસ્ટ્રોલ અચાનક વધવાનું કારણ શું છે, કેવી રીતે જાણવું કે કોલેસ્ટ્રોલ વધી ગયું છે કારણ કે કોલેસ્ટ્રોલ વધવાના લક્ષણો એકદમ સામાન્ય છે અને સૌથી મહત્વની વાત એ છે કે હાઈ કોલેસ્ટ્રોલને કેવી રીતે ઘટાડી શકાય. ? જાણો ક્યા ફૂડ્સ છે જેનાથી તમે વધેલા કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડી શકો છો.
જો આપ હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યાથી પીડિત હોય તો ડાયટમાં આ ફૂડનું સેવન ચોક્કસ કરવું જોઈએ. હાઈ કોલેસ્ટ્રોલના દર્દીઓ આ ઘરેલું ઉપાય અપનાવીને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકે છે. લસણ આંબળા, ગ્રીન ટી, હળદરવાળા દૂધના સેવનથી બેડ કોલેસ્ટ્રોલની સમસ્યાને નિવારી શકાય છે.
ડાયટ પર ધ્યાન આપો
કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખવા માટે આહાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં, હાઇ કોલેસ્ટ્રોલ ઘરાવતી વ્યક્તિએ વધુ પેકેટ નાસ્તા, ડેરી ઉત્પાદનો, માંસ વગેરેથી દૂર રહેવું જોઈએ. આ બધી વસ્તુઓના સેવનથી કોલેસ્ટ્રોલ વધે છે, તેથી આ વસ્તુઓનું સેવન ઓછું કરો.
નિયમિત વ્યાયામ કરો
બેડ લકોલેસ્ટ્રોલને ઘટાડવા માટે નિયમિત એકસરસાઇઝ કરો. જે શરીરમાં સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. તો આવી સ્થિતિમાં જ્યારે પણ કોલેસ્ટ્રોલ વધે તો ચોક્કસ કસરત કરો. દારૂના વ્યસનથી પણ દૂર રહેવું જોઇએ.
મેદસ્વીતા દૂર કરો
સ્થૂળતાને કારણે ઘણીવાર કોલેસ્ટ્રોલ વધવાનો ખતરો રહે છે. આવી સ્થિતિમાં બોડી માસ ઇન્ડેક્સ 30 કે તેથી વધુ હોવો સમસ્યા બની શકે છે. કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવા માટે ડાયટ અને વર્કઆઉટ પર ધ્યાન આપો.