Heart care:હૃદયરોગ, દુનિયાભરમાં ઝડપથી વધતી સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી એક  છે. ગંભીર પરિસ્થિતિમાં લોકોને હાર્ટ અટેક જેવી જટિલ સમસ્યાનો સામનો કરવો પડે છે. કેટલીક વખત આ સ્થિતિ જીવલેણ પણ સાબિત થઇ શકે છે.


હેલ્થ એકસ્પર્ટના જણાવ્યાં મુજબ હૃદયની સમસ્યા આપણી ખરાબ જીવન શૈલીનું પરિણામ છે, રાષ્ટ્રિય સ્વાસ્થ્ય સેવા અનુસાર વધુ વસાવાળો આહારનું સેવન કરવાથી લોકોમાં ધમની સખત થઇ જાય છે. જેના કારણે હાર્ટ અટેકનું જોખમ વધી જાય છે. હાર્ટ સંબંધિત બે અધ્યયન થયા છે. જેમાં એવા આહારનું સુચન કરાયું છે. જેનાથી હાર્ટ અટેકના જોખમને ટાળી શકાય. આ અધ્યનનું તારણ છે કે, ગ્રીન વેજીટેબલને ડાયટમાં સામેલ કરવાથી અને વસાવાળી આઇટમને ડાયટમાંથી દૂર કરવાથી હાર્ટ અટેકના જોખમથી બચી શકાય છે.


 હૃદયરોગથી બચવા માટે શું ખાવું શું ન ખાવું?
અમેરિકન હાર્ટ અસોશિએશને લોકોને હૃદય રોગથી બચવા માટે આહાર અને જીવનશૈલીમાં સુધાર લાવવા પર ભાર મૂક્યો છે. શોધકર્તાએ જણાવ્યું કે, હૃદય રોગોના જોખમને ઓછું કરવા માટે વિભિન્ન પ્રકારના ફળો અને શાકભાજી,સાબુત અનાજ, કમ વસા વાળા ડેરી પ્રોડક્ટ,  નોન ટ્રોપિકલ વનસ્પતિ તેલનો ઉપયોગ કરવો જોઇએ. તો બીજી તરફ સેચ્યુરેટેડ અને ટ્રાન્સ ફેટ, સોડિયમ, લાલ માંસ,  મિઠાઇ અને શુગર ડ્રિન્ક જેવી ચીજોનું સેવન ઓછું કરવું ફાયદાકારક છે.


શું કહે છે એક્સપર્ટ?
અધ્યયનના પ્રમુખ લેખક ડો યૂની ચોઇ કહે છે કે, હૃદયને સ્વસ્થ રાખવા માટે જેટલું શક્ય હોય પ્રાકૃતિક ચીજોનું સેવન કરવું જોઇએ.  પ્રોસેસ્ડ ચીજોની માત્રા ઓછું કરવી ઉત્તમ રહે છે. શક્ય હોય તેટલું ડાયટમાં નોન વેજ ઓછું કરી દો. આંકડા મુજબ દુનિયામાં સૌથી વધુ મોતનું કારણ હાર્ટ અટેક છે. આ સ્થિતિમાં જો નાની ઉંમરથી હાર્ટને હેલ્થી રાખતા ફૂડને ડાયટમાં સામેલ કરવાં આવે તો હાર્ટ અટેકના જોખમને ઘટાડી શકાય છે.


જો શરીરમાં આ લક્ષણો દેખાય તો સમજી લો કે, આપનું લિવર થઇ ગયું છે સંપૂર્ણ ડેમેજ
લીવરએ શરીરના મુખ્ય અંગોમાંનું એક છે. જો આમાં કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો અનેક પ્રકારની ગંભીર બીમારીઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં તેના લક્ષણોને સમયસર ઓળખી લેવા જોઈએ.
લીવર આપણા શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે. તે આપણા શરીરમાં રહેલી ગંદકીને સાફ કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે. તેની મદદથી તમે ઘણા રોગોનો ઈલાજ કરી શકો છો. આવી સ્થિતિમાં, જો લીવર યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી દે છે, તો તમને ઘણી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. હા, એટલે જ લીવરનું રક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે.  જો તમને લીવર સંબંધિત કોઈ સમસ્યા છે, તો આ સ્થિતિમાં તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો. કેટલાક લક્ષણો છે. જે લીવરના નુકસાન તરફ નિર્દેશ કરી શકે છે. ચાલો જાણીએ આ લક્ષણો વિશે.
પેટનું કદ વધવું
લીવરમાં સોજો  થવાને કારણે પેટનું કદ વધવા લાગે છે. મોટા ભાગના લોકો પેટ વધવાની સમસ્યાને સ્થૂળતા ગણીને અવગણના કરે છે. જો તમે પણ આ પ્રકારની ભૂલ કરો છો તો સાવધાન થઈ જાવ. કારણ કે લીવરમાં સોજોની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ શકે છે. તેથી, પેટનું ફૂલવાના  કિસ્સામાં ડૉક્ટરની સલાહ લો.


અતિશય થાક
લીવર ડેમેજ અથવા કોઈપણ પ્રકારની ખામીને કારણે તમે ખૂબ થાક અનુભવો છો. આ સિવાય ત્વચા પર શુષ્કતા, આંખોની આસપાસ બ્લેક સર્કલ પણ લીવર ફેલ્યોરના લક્ષણો હોઈ શકે છે. જ્યારે તમારું લીવર નબળું હોય ત્યારે તમારી ત્વચાના કોષોને નુકસાન થઈ શકે છે. સાથે જ વાળ ખરવા પણ શરૂ થઈ શકે છે.


પેશાબના રંગમાં ફેરફાર
યકૃતને નુકસાન થવાને કારણે પેશાબના રંગમાં ફેરફાર પણ જોવા મળે છે. ખાસ કરીને જો તમારા પેશાબનો રંગ ખૂબ જ પીળો દેખાતો હોય અથવા જો તમને આંખોની આસપાસ પીળાશ દેખાય તો તે લીવરને નુકસાન થવાનું લક્ષણ હોઈ શકે છે. આ સ્થિતિમાં, તાત્કાલિક તબીબી સલાહ લો.


Disclaimer: એબીપી અસ્મિતા આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ,  અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો