Weight Loss With Sleep:વજન ઘટાડવા માટે માત્ર આહાર અને વ્યાયામ જ નહીં પરંતુ સારી ઊંઘ પણ જરૂરી છે. પૂરતી ઊંઘ ન મળવાથી વજન ઓછું કરવું મુશ્કેલ બને છે. સ્થૂળતા અને ઊંઘ વચ્ચે શું સંબંધ છે તે જાણીએ


લોકો વજન ઘટાડવા માટે શું કરતા નથી. જીમમાં કલાકો સુધી પરસેવો પાડવો. ક્રશ ડાયટિંગ કરે છે.  યોગ કરે છે.તેમ  છતાં પણ ઘણી વખત વજન ઘટતું નથી. તમારી જીવનશૈલી પણ આનું મોટું કારણ હોઈ શકે છે. લોકો ઘણા મહત્વપૂર્ણ તત્વોની અવગણના કરે છે, જે તમારા વજન ઘટાડવામાં અસરકારક છે. આમાંની એક ઊંઘ છે. જો તમને પૂરતી અને સારી ઊંઘ ન મળે તો વજન ઓછું કરવું મુશ્કેલ બની જાય છે. વજન ઘટાડવા માટે સારી ઊંઘ ખૂબ જ જરૂરી છે. જાણો કેવી રીતે?


વજન ઘટાડવા માટે ઊંઘ કેમ જરૂરી છે



  • તંદુરસ્ત વ્યક્તિ માટે ઓછામાં ઓછી 7 કલાકની ઊંઘ જરૂરી છે. સારી ઊંઘ મગજને પોષણ આપે છે. જો તમારે વજન ઓછું કરવી હોય તો આહાર અને કસરતની સાથે ઊંઘ પણ જરૂરી છે. જો તમારો ધ્યેય ચરબી ઘટાડવાનો છે, તો ઊંઘ છોડવી એ આપના લક્ષ્યને અવરોધે છે.

  •  પૂરતી ઊંઘ ન લેવાથી વજન વધી શકે છે. જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો તો ઊંઘની કમી તમને અપેક્ષિત પરિણામ નહીં આપે.

  •  ઓછી ઊંઘ તમારા શરીરમાં વધારાનું કોર્ટિસોલ, સ્ટ્રેસ હોર્મોન અને ભૂખ વધારે છે. જેના કારણે વજન ઓછું કરવામાં મુશ્કેલી પડે છે.

  •  ઊંઘ ન આવવાથી શરીરમાં કાર્બોહાઇડ્રેટ્સનું મેટાબોલાઇઝેશન ઓછું થાય છે. આ કારણે, સ્થૂળતા વિલંબ સાથે ઓછી થાય છે.

  • અપૂરતી ઉંઘ લેવાથી ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે, જેના કારણે ઇન્સ્યુલિનનું સ્તર ઊંચું થાય છે અને શરીરમાં ચરબીનો સંચય થાય છે.

  • રાત્રે સારી ઊંઘ ન આવવાને કારણે શરીરમાં લેપ્ટિનનું સ્તર ઘટી જાય છે, જેના કારણે શરીર કાર્બોહાઈડ્રેટની માંગ કરે છે અને વજન વધે છે.

  •  ઊંઘ ન આવવાથી શરીરમાં હોર્મોનનું સ્તર બગડે છે. જેનાથી વજન ઓછું કરવું મુશ્કેલ બને છે.


            


સારી ઊંઘ માટે ટિપ્સ


સૂતા પહેલા થોડું વાંચનની આદત પાડો વાંચવાથી સારી ઊંઘ આવે છે. સૂતા પહેલા સ્નાન કરવાથી પણ સારી ઊંઘ આવે છે. સૂતા પહેલા હુફાળું દૂધ પીવાથી પણ સારી ઊંઘ આવે છે તો ગરમીની સિઝનમાં સૂતી વખતે ઠંડુ પાણી પીવાથી પણ સારી ઊંઘ આવે છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.