Hair Fall Treatment: જો વાળ ખૂબ જ ઝડપથી ખરતા હોય, તો તમારે તમારા દૈનિક આહાર પર એક નજર નાખવી જરૂરી છે.


વાળ ખરવાની સમસ્યા મહિલાઓ અને પુરૂષો બંનેમાં હવે સમાન જોવા મળે છે.  સ્ત્રીઓના વાળ પુરૂષો કરતા લાંબા હોય છે, તેથી તેમના વાળ વધુ ખરવા લાગે છે. જો કે  ટાલ પડવાની સમસ્યા સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધુ જોવા મળે છે.  તો જાણીએ  વાળ ખરનવાના કારણો અને તેના ઉપાય ક્યાં છે.


હેરફોલ્સ કોને કહે છે


જો એક દિવસમાં 70 થી વધુ વાળ ખરે તો તેને વાળ ખરવાની શ્રેણીમાં મૂકવામાં  આવે છે. જો કે આજની સ્થિતિમાં 70 વાળ એક દિવસમાં ખરવા પણ સામાન્ય થઇ ગઇ છે.   આજના સમયમાં, નિષ્ણાતો એક દિવસમાં 100 વાળ ખરવાને સામાન્ય માનવા લાગ્યા છે. કારણ કે આજની જીવનશૈલી અને ખાવાની આદતો બંને વાળ ખરવાને કારણને વધુ પ્રબળ કરે  છે.


હેર ફોલના કારણો ક્યાં છે


કોઈપણ વ્યક્તિના વાળ ખરવા મુખ્યત્વે ચાર કારણોથી થાય છે, પહેલું કારણ હોર્મોનલ ફેરફારો છે, બીજું કોઈ ગંભીર રોગ અથવા તબીબી સ્થિતિને કારણે છે, ત્રીજું આનુવંશિકતા છે અને ચોથું કારણ છે વધતી ઉંમરને કારણે થતા શારીરિક ફેરફારો.


હેરફોલથી બચવાના ઉપાય


ખરતા વાળને નિયંત્રિત કરવા માટે, સૌથી પહેલા તમારા આહાર પર ધ્યાન આપો. તંદુરસ્ત વાળ માટે તમારા રોજિંદા આહારમાં ચોક્કસ પોષક તત્વો હોવા ખૂબ જ જરૂરી છે. જેમકે



  • આયરન

  • કેલ્શિયમ

  • પ્રોટીન

  • વિટામિન બી 12

  • વિટામિન ડી

  • ફોલિક એસિડ


જ્યારે શરીરમાં આમાંના કોઈપણ પોષક તત્વોની ઉણપ હોય અથવા તેની માત્રા ખૂબ ઓછી થઈ જાય, ત્યારે વાળ ખરવાની પ્રક્રિયા ઝડપી બને છે. એટલે કે તમારા વાળ એક દિવસમાં 100 કે તેથી વધુ માત્રામાં ખરવા લાગે છે.


હવે તમારા વાળ ગણીને તમને ખબર નહીં પડે કે તમારાથી કેટલા વાળ ખરી ગયા છે! તેથી,  માથાના કોઈપણ ભાગમાં વાળની ​​ઉણપ છે કે કેમ તે જુઓ. સામાન્ય રીતે વાળ આગળની બાજુથી એટલે કે કપાળના ઉપરના ભાગથી પાંખા દેખાવા લાગે છે. વાળનો ગ્રોથ ઓછો થતો  આ સ્થિતિમાં ડોક્ટરની અવશ્ય સલાહ લેવી.