Home Remedies For Hangover: છેલ્લી રાત્રે એટલે કે 31 ડિસેમ્બરની સાંજે લોકોએ નવા વર્ષને આવકારવા માટે જોરદાર પાર્ટી કરી હતી. આ દરમિયાન કેટલાક લોકોએ ચોક્કસ દારૂનું સેવન પણ કર્યું હશે. વધુ પડતા દારૂ પીવાને કારણે ઘણા લોકોને હેંગઓવર થઈ જાય છે. આવી સ્થિતિમાં આજે અમે તમને કેટલાક ઉપાયો જણાવીશું કે તમને સામાન્ય પરિસ્થિતિમાં પાછા લાવવામાં મદદરૂપ નીવડશે.


પુષ્કળ પાણી પીવો


હેંગઓવરનો સામનો કરવાનો શ્રેષ્ઠ અને સહેલો રસ્તો છે પુષ્કળ પાણી પીવું. હેંગઓવરના લક્ષણોનો સામનો કરવા માટે તમારે પુષ્કળ પાણી, નાળિયેરનું પાણી અથવા કોઈપણ સ્પોર્ટ્સ એનર્જી ડ્રિંક પીવું જોઈએ. તમે જેટલું વધુ પાણી પીશો તેટલા જલ્દી તમે સ્વસ્થ થશો.


આદુ


રસોડામાં આદુ એ એક ઉત્તમ ઘટક છે. તે થાક અને ઉબકાને ઘટાડવામાં મહાન કામ કરે છે. તમારે માત્ર એટલું કરવાનું છે કે તમે સવારે ઉઠ્યા પછી આદુનો એક નાનો ટુકડો લો અને તેને ચાવો. આલ્કોહોલ પીતી વખતે જો તમને ઉલ્ટી જેવુ મન થાય છે. તો થોડી વાર આદુને ચાવવાથી તમને સારું લાગશે.


દહીં ખાઓ


હેંગઓવર દૂર કરવા માટે દહીં પણ ખાઈ શકાય છે. હેંગઓવરથી સરળતાથી છુટકારો મેળવવા માટે દહીં ખાઓ. સાથે જ તમે છાશ પણ પી શકો છો. આમ કરવાથી હેંગઓવર મિનિટોમાં ખતમ થઈ જશે.


પૂરતી ઊંઘ લો 


ઊંઘની અછત તમારા હેંગઓવરને ઓછી કરતી નથી તેથી બીજા દિવસે સારી લાંબી નિદ્રા લેવી જરૂરી છે. રાત પછી તમારા શરીરને થોડો આરામ આપો. હેંગઓવરનો સામનો કરવા માટે એક સરસ લાંબી નિદ્રા સિવાય બીજો કોઈ સારો ઉપાય નથી.


યોગ્ય અને સારો નાસ્તો કરો


હેંગઓવરમાં ખાવાની ઈચ્છા ન હોવા છતાં પણ સવારે યોગ્ય નાસ્તો કરો. ઇલેક્ટ્રોલાઇટથી ભરપૂર અને સરળતાથી સુપાચ્ય ખોરાક જ લો. તેનાથી શરીરને જરૂરી પોષક તત્વો મળશે. જો તમને ઉબકા આવતી હોય તો નાસ્તો કરવાનું ટાળો.


કાચા ફળ અથવા સલાડ ખાઓ


કેટલાક અહેવાલો અનુસાર ફળોના સલાડ અથવા કાચા ફળો, ખાસ કરીને સફરજન અને કેળા, હેંગઓવરમાંથી બહાર લાવવામાં ઘણી મદદ કરે છે. હેંગઓવરથી છુટકારો મેળવવા માટે મધના એક ટીપા સાથે કેળાનો શેક પણ ખૂબ અસરકારક છે. ખાલી પેટે કાચું સફરજન માથાનો દુખાવો ઓછો કરવામાં ઘણી મદદ કરે છે.


લીંબુ પાણી પીવો


હેંગઓવર મટાડવા માટે લીંબુ પાણી પી શકાય છે. લીંબુમાં રહેલું વિટામિન સી હેંગઓવરથી છુટકારો મેળવવામાં ઘણી મદદ કરે છે.