Amla benefits :   આમળા વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત છે. આમળા પાચન માટે પણ ખૂબ ફાયદાકારક છે. તે ત્વચા અને વાળને સુંદર બનાવવા માટે પણ વખણાય છે. આમળામાં વિટામિન હોય છે.  આમળા શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. 


આ સાથે આમળામાં કેલ્શિયમ, ફોલેટ, એન્ટી-ઓક્સીડેન્ટ, ફાઈબર, આયર્ન, કાર્બ્સ, ફોસ્ફરસ, ઓમેગા 3 અને મેગ્નેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. તેનાથી તમારા સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો થઈ શકે છે.


બદલાતી ઋતુમાં શરદી, અલ્સર અને પેટમાં ઈન્ફેક્શન સામાન્ય છે. જો આ બધાથી છુટકારો મેળવવો હોય તો આમળા ખાઓ. આમળામાં રહેલા તત્વો બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શન સામે લડવામાં મદદરૂપ છે. આમળા આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. આમળા આંખોનું તેજ વધારે છે, અને આંખોને સ્વસ્થ રાખે છે.


આમળામાં વિટામિન Cની માત્રા ભરપૂર હોય છે


આમળામાં વિટામિન C, ટૈનિન અને ફલેવોનોઇઝ્ડ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે ઊર્જા વધારે છે અને થાકને ઘટાડવામાં મદદ કરે છે.  ક્રોમિયમના કારણે સુગર સ્પાઇક ઘટાડે છે, જે કાર્બોહાઇડ્રેડ મેટાબોલીજ્મ પર નિયંત્રણ મેળવીને શરીરમાં ઇન્સ્યુલિનની સંવેદનશીલતાને વધારવામાં મદદ કરે છે.  


આમળા તમારી પાચનક્રિયા માટે પણ ખૂબ જ સારા છે. તે સારું પાચન, ગેસ અને કબજિયાતની સમસ્યાથી રાહત આપે છે. આમળામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે શરીરને ડિટોક્સ કરવામાં મદદરૂપ છે. આમળા શરીરમાં રહેલા ઝેરી તત્વોને દૂર કરીને શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે.


આમળા ખાવાથી વજન ઘટાડવામાં ઘણી મદદ મળે છે. તેમાં કેલરીની માત્રા ખૂબ જ ઓછી હોય છે, જેના કારણે તે ચરબીની જેમ શરીરમાં જમા થતું નથી અને વજન વધવા દેતું નથી. તેથી, તમે તેને તમારા આહારમાં નાસ્તા તરીકે સામેલ કરી શકો છો. આ સિવાય તેમાં ફાઈબર હોય છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. આનાથી તમે વારંવાર ખાતા નથી અને વધુ પડતું નથી ખાતા અને કબજિયાતની સમસ્યા પણ ઓછી થાય છે.


બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં ઘણી મદદ મળે છે


બ્લડ શુગર લેવલ વધવાને કારણે ડાયાબિટીસનો ખતરો ઘણો વધારે રહે છે. આમળા ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં ઘણી મદદ મળે છે. માટે આમળાને તમારા આહારમાં સામેલ કરો. તેમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઇબર્સ હોય છે, જે બ્લડ સુગર લેવલને વધવા દેતા નથી. તેથી આમળા ખાવાથી ડાયાબિટીસનો ખતરો ઘટાડી શકાય છે. 


શરીરમાં નહીં થાય વિટામિન B12ની કમી, આ વસ્તુઓનું કરો સેવન, નહીં લેવી પડે દવા