Monkeypox In Pregnancy: યૂરોપ અને અમેરિકા જેવા દેશોમાં ખળભળાટ મચાવનાર ખતરનાક વાયરસ મંકિપોક્સ   (monkeypox)ને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા મેડિકલ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. તાજેતરના દિવસોમાં આ બીમારી (monkeypox virus) એશિયામાં પણ જોવા મળી છે.  બે દિવસ પહેલા એક શંકાસ્પદ દર્દી મળ્યા બાદ ભારતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ આ બીમારીનો શિકાર બની શકે છે.


ખાસ કરીને પ્રેગ્નેન્ટ મહિલાઓ (monkeypox and pregnant women) જેમની ઈમ્યૂન સિસ્ટમ આ સમયે નબળી હોય છે, તેઓ આ વાયરસની ચપેટમાં જલ્દી આવી શકે છે.  એવામાં સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને સાવધાની રાખવાનું કહ્યું છે અને સાથે જ લક્ષણો જાણીને બચાવના ઉપાય અપનાવવાની સલાહ આપી છે. 


ગર્ભવતી મહિલાઓને જલ્દી શિકાર બનાવે છે મંકીપોક્સ 


તમને જણાવી દઈએ કે પ્રેગ્નેન્ટ મહિલાઓના શરીરમાં આ દરમિયાન ઈમ્યૂન સિસ્ટમમાં ઘણા બદલાવ થાય છે, એટલે પ્રેગ્નેન્ટ મહિલાઓ બહારના વાયરસ માટે ખૂબ જ સંવેદનશીલ હોયછે. એવામાં મંકીપોક્સ ફેલાવનાર એમપોક્સ વાયરસ સરળતાથી તેમને શિકાર બનાવી શકે છે. એમપોક્સ જે શારીરિક સંપર્ક અને બીજી સંક્રમિત વસ્તુઓના માધ્યમથી ફેલાય છે. આ વાયરસની ચપેટમાં આવવાથી પ્રેગ્નેન્ટ મહિલાઓ અને તેમના પેટમાં રહેલા બાળક માટે ખતરો ઉભો કરી શકે છે.  



પ્રેગ્નેન્ટ  મહિલાઓના બાળકોને વધુ જોખમ હોય છે 


ડોકટરોનું કહેવું છે કે એમપોક્સ કોઈપણ પ્રેગ્નેન્ટ  મહિલાઓના ગર્ભ સુધી તેની પ્લેસેન્ટા દ્વારા પહોંચી શકે છે અને તેને બીમાર કરી શકે છે. જેના કારણે  બાળક બીમાર પડવું, ચેપ લાગવો, અકાળ જન્મ, કસુવાવડ, જન્મ સમયે મૃત્યુ જેવા જોખમો હોઈ શકે છે. એટલું જ નહીં, એમપોક્સથી સંક્રમિત માતાના નવા જન્મેલા બાળકને ચેપ લાગવાનું જોખમ પણ વધી જાય છે.


જેના કારણે બાળકમાં તાવ, શરીરના ઘા, શ્વાસ લેવામાં તકલીફ જેવી તકલીફો ઉભી થઈ શકે છે. આવી સ્થિતિમાં ગર્ભવતી મહિલાઓને આ સમયગાળા દરમિયાન વિશેષ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. મહિલાઓએ સંક્રમિત અને શંકાસ્પદ સંક્રમિત લોકોથી અંતર જાળવવું જોઈએ. વ્યક્તિગત સ્વચ્છતા જાળવો જેમ કે વારંવાર હાથ ધોવા, અન્ય વ્યક્તિની વસ્તુઓને સ્પર્શ ન કરો, જાહેર સ્થળોએ અન્ય સ્થળોને સ્પર્શ ન કરો, પ્રાણીઓ, ખાસ કરીને ઉંદરો, વાંદરાઓ વગેરેના સંપર્કમાં આવવાનું ટાળો. 


Dengue Symptoms: વરસાદ બાદ ઝડપથી વધી રહ્યા છે ડેંગ્યુના કેસ, આ લક્ષણો જોવા મળે તો તરત જાવ ડોક્ટર પાસે
 
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.