Health Tips: બદલાયેલી જીવનશૈલીના કારણે હવે બાળકો અને યુવાનોમાં પણ પેટની ચરબીની સમસ્યા જોવા મળી રહી છે. સ્થૂળતા એ આજના જમાનાની સૌથી મોટી સમસ્યા છે. ખરાબ ખાનપાન અને જીવનશૈલીના કારણે સ્થૂળતા ઝડપથી લોકોને ઘેરી રહી છે. લોકો પોતાના વધેલા વજનને ઘટાડવા માટે અલગ-અલગ રીતો અજમાવતા હોય છે. પણ બહુ કંઈ કામ કરતું નથી. પેટની વધેલી ચરબી આપના ફિગરને બગાડવા માટે પુરતી છે. બેલી ફેટ સુંદરતાની સાથે સ્વાસ્થ્ય માટે પણ બાધારૂપ છે. બેલી ફેટ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ઘણી મુશ્કેલી ઉભી કરી રહી છે. ઉનાળામાં વજન ઘટાડવા માટે, તમે તમારા આહારમાં વજન ઘટાડવાના કેટલાક પીણાંનો સમાવેશ કરી શકો છો. અહીં અમે તમને એવા જ કેટલાક ડ્રિંક્સ વિશે જણાવી રહ્યા છીએ જે વજન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.
કાકડીનું જ્યુસ
કાકડી ખૂબ જ હાઇડ્રેટિંગ છે જે વજન ઘટાડવામાં ખૂબ અસરકારક છે. તેમાં લગભગ 80 ટકા પાણી હોય છે. તેનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેનાથી વજન ઝડપથી ઘટે છે. ઉનાળામાં કાકડીના જ્યુસનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે અને શરીર હાઇડ્રેટ પણ રહે છે.
છાશ
છાશ પણ ખૂબ જ હાઇડ્રેટિંગ પીણું છે. ઉનાળામાં વજન ઘટાડવા માટે તમે તેનું સેવન કરી શકો છો. તેમાં પ્રોબાયોટીક્સ હોય છે, જે આંતરડામાં સ્વસ્થ બેક્ટેરિયાને વધારે છે. તેના સેવનથી પાચન શક્તિ મજબૂત બને છે.
જ્યુસ
ઉનાળામાં વજન ઘટાડવા માટે તમે નારંગી, મોસમી, નારિયેળ પાણી અને વિવિધ પ્રકારના જ્યુસનું સેવન પણ કરી શકો છો. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે. તેને બનાવવા માટે એક બોટલમાં પાણી લો. તેમાં નારંગીના ટુકડા મિક્સ કરીને તેનું સેવન કરો.
ફુદીના-લીંબુ પાણી
વજન ઘટાડવા માટે તમે ફુદીના અને લીંબુ પાણીનું સેવન કરી શકો છો. આને પીવાથી શરીરમાં જમા થયેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે, જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. આ ઉપરાંત, તે ઉનાળામાં શરીરને હાઇડ્રેટ પણ રાખશે.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.