Heart Attack Symptoms In Winter: રાજ્યમાં શિયાળી ઠંડી બરાબર જામી છે, સવારથી ઠંડા પવનો ફૂંકાઇ રહ્યાં છે, અને કૉલ્ડવેવની અસર વધી છે. આવા સમયે મોટાભાગના લોકોની ફરિયાદ છે કે, તેમને છાતીમાં દુઃખાવો કે દબાણ અનુભવાઇ રહ્યું છે. જો આવું થઇ રહ્યું હોય તો એલર્ટ થવાની જરૂર છે. મહત્વનું છે કે, શિયાળાની ઋતુમાં શરદી થવી સામાન્ય વાત છે, પરંતુ શું તમે જાણો છો કે સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓની સાથે શરદીથી હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ પણ વધી શકે છે. એટલું જ નહીં આના કારણે લોકો પોતાનો જીવ પણ ગુમાવી શકે છે. શિયાળો તેની સાથે હાર્ટ એટેકનો ખતરો પણ લઈને આવે છે, આવી સ્થિતિમાં અમે તમને એવા લક્ષણો જણાવીએ છીએ જેને જોઈને તમારે સાવધાન થઈ જવું જોઈએ.

શિયાળાની સિઝનમાં કેમ રહે છે હાર્ટ એટેકનું વધુ રિસ્ક હાર્ટ સ્પેશિયાલિસ્ટના મતે શિયાળાની સવારે હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. વાસ્તવમાં, શિયાળામાં શરીરની રક્તવાહિનીઓ સંકોચાઈ જાય છે, જેના કારણે લોહીના પ્રવાહનો માર્ગ નોંધપાત્ર રીતે ઓછો થઈ જાય છે. આ કારણે હૃદયને લોહી પમ્પ કરવામાં સમસ્યા થાય છે, જેના કારણે બ્લડ પ્રેશર વધે છે. બ્લડ પ્રેશર વધવાથી હૃદયના સ્નાયુઓ પર વધુ પડતું દબાણ પડે છે. જેના કારણે છાતીમાં દુઃખાવો વધે છે. છાતીમાં આ પીડાને એન્જેના કહેવાય છે. જેના કારણે હાર્ટ એટેક જેવી ગંભીર સ્થિતિ થઈ શકે છે.

હાર્ટ એટેકના લક્ષણો છાતીમાં દુઃખાવો અથવા દબાણ અનુભવવુંછાતીમાં દબાણ- ભારેપણું થવુંછાતીથી ડાબા હાથ સુધીનો દુઃખાવોશ્વાસની તકલીફ થવીચક્કર આવવાઉબકા અને ઉલટી આવવી

આ લોકોને હાર્ટ એટેકનું જોખમ વધુ રહે છેયૂરોપિયન જર્નલ ઑફ એપિડેમિયોલોજીમાં પ્રકાશિત થયેલા એક સંશોધન મુજબ, જે લોકોનું વજન વધારે છે, અથવા જે લોકો સ્થૂળતાથી પીડિત છે અથવા જે લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડિત છે, તેઓને શિયાળાની ઋતુમાં હાર્ટ એટેકનો ખતરો લગભગ 30 ગણો વધી જાય છે.

લોહી ગંઠાવવાથી હાર્ટ એટેક શિયાળાની ઋતુમાં આપણી રક્તવાહિનીઓ સંકોચાઈ જવાને કારણે પ્રેશર વધી જાય છે અને બ્લડપ્રેશર પણ વધવા લાગે છે. જેમ જેમ બીપી વધે છે તેમ તેમ હાર્ટ એટેકના કેસો દેખાવા લાગે છે. નિષ્ણાતોના મતે, શિયાળામાં લોકોના શરીરમાં લોહીના ગંઠાવાનું શરૂ થાય છે, જેના કારણે હાર્ટ એટેકની સંભાવના પણ વધી જાય છે.

સવાર-સવારમાં હાર્ટ એટેકનો ખતરો વધુ ઠંડા હવામાનમાં મોટાભાગના કેસોમાં સવારે લોકોને હાર્ટ એટેક આવે છે. શિયાળામાં સવારના તાપમાનમાં ઘટાડો થવાથી શરીરનું તાપમાન પણ ઘટી જાય છે. આ કારણે શરીરનું તાપમાન જાળવી રાખીને બ્લડ પ્રેશર વધી શકે છે, જે હાર્ટ એટેકનું કારણ બને છે.

આ રીતે રાખો હાર્ટની હેલ્થનું ધ્યાન 

1. શિયાળામાં સવારે 6 થી 7 વચ્ચે ચાલવા ન જાવ. સવારે 9 વાગ્યા પછી જ બહાર ફરવા જાઓ.2. મીઠું ઓછું ખાઓ.3. શક્ય તેટલો સમય તડકામાં વિતાવો.4. દરરોજ થોડી કસરત કરો.5. તમારા આહાર પર નિયંત્રણ રાખો અને તળેલા, શેકેલા અને મીઠો ખોરાક ખાવાનું ટાળો.6. શિયાળાના કપડાંનું ખાસ ધ્યાન રાખો. શિયાળામાં પોતાને ઢાંકીને રાખવું ખૂબ જ જરૂરી છે.7. નિયમિતપણે બ્લડ પ્રેશર તપાસવું જરૂરી છે. ખાસ કરીને જેમનું બીપી હાઈ રહે છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપૉર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

આ પણ વાંચો

Diabetes Risk: માત્ર ખાંડ ખાવાથી નહીં આ 5 વસ્તુઓથી પણ વધી જાય છે ડાયાબિટીસ, હંમેશા રહો દુર