Internet Diet:  શું તમે પણ તે લોકોમાંથી એક છો જેઓ કોઈપણ વસ્તુ માટે ઇન્ટરનેટનો આશરો લે છે? તમે ફિટનેસ રૂટીન ફોલો કરવા માંગતા હોવ કે પછી વજન ઓછું કરવા માંગતા હોવ, તમે ઈન્ટરનેટ પર જઈને સર્ચ કરો છો અને પછી તેમાં આપવામાં આવેલી માહિતી  અનુસાર તમારું રૂટીન બદલો છો.
તો આજથી આવું કરવાનું બંધ કરો,ઈન્ટરનેટ પર ફેમશ થવા વાળ ડાયટ પ્લાન અને ફિટનેશ પ્લાન તમારા સ્વાસ્થ્ય માટે નુકશાનકારક પણ હોય શકે છે, એટલે નિષ્ણાતોની સલાહ લીધા વગર તમારે કોઈપણ ડેટ પ્લાન ને અનુસરવું જોઈએ નહીં કારકે તે તમારા માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. 


કીટો ડાયટ એ લીધો અભિનેત્રીનો જીવ  
પાછલા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર કીટો ડાયટ પ્લાન ચલણમાં છે, જે વજન ઓછું કરવામાં માટે સેલેબ્રિટીથી લઈને સામાન્ય લોકો સુધી પ્રચલિત છે. પરંતુ થોડા સામે પેહલા 27 વર્ષીય એક્ટરેશ મિષ્ટી મુખર્જીનું લાંબા સમય સુધી કીટો ડાયેટ લીધા અવસાન થયું હતું.વાસ્તવમાં તેના શરીરમાં ઘણા પોષક તત્વોની ઉણપ હતી, જેના કારણે કિડની અને લીવર જેવા શરીરના ભાગો પર નકારાત્મક અસર પડી અને આના કારણે અભિનેત્રીએ તેનો જીવ ગુમાવવો પડ્યો. આવામાં ઇન્ટનેટ પર વાઇરલ ડાયટ અને ફિટનેશના રૂટિન તમારે ફોલો ના કરવા જોઈએ.   


શું તમે તો આભૂલ નથી કરી રહ્યા..
પેલી કેહવત તો તમે સાંભળી જ હશે જિસકા કામ ઉસીકો સાંજે. આ વાત એકદમ સાચી છે, કારણ કે જેમ એન્જિનિયર વગર કોઈને ઈમારત બનાવવાની જવાબદારી ન સોંપી શકાય, તેવી જ રીતે વજન ઘટાડવું પણ નિષ્ણાંતની સલાહ વિના અને પોષણની સમજણ વિના  ન કરવું જોઈએ. તે આપણા શરીર પ્રમાણે આપણા માટે પરફેક્ટ ડાયટ પ્લાન બનાવે છે. બીજી બાજુ, ઇન્ટરનેટ પર જે પણ માહિતી આપવામાં આવે છે તે દરેક માટે સમાન છે.


કોઈપણ વેબસાઈટ કોઈ ચોક્કસ વ્યક્તિના તબીબી ઈતિહાસ અને અન્ય લક્ષણો વિશે કંઈપણ જાણતી નથી , તેથી ઈન્ટરનેટ પર ક્યારેય સંપૂર્ણ વિશ્વાસ ન કરવો જોઈએ. તમારે નિષ્ણાતની સલાહ લીધા પછી જ તમારા ખોરાકનું આયોજન કરવું જોઈએ, કારણ કે તમારા શરીરને શું જોઈએ છે અને તમે શું ઘટાડી શકો છો તે ફક્ત નિષ્ણાત જ તમને જણાવી શકે છે.


Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.