ઇન્સ્ટન્ટ નૂડલ્સ ખાવામાં તો ખૂબ મજા આવે છે કારણકે સેહલાઈથી બની જાય છે. પરંતુ શું તમે જાણો છો કે તે તમારા સ્વાસ્થ્યને કેટલું નુકશાન કરે છે. ઇન્સ્ટન્ટ નૂડલ્સ પહલેથીજ બનાવેલા સૂકા નુડલ્સ હોય છે જેને મસલા પાવડર અને તેલ સાથે વેચવામાં આવે છે. 


આ નૂડલ્સને ઝડપથી તૈયાર કરી શકાય તેવી રીતે બનાવવામાં આવ્યા છે, તેને એવી રીતે તૈયાર કરવામાં આવ્યા છે કે ગરમ પાણીમાં થોડી વાર ઉકાળો અને તરતજ તૈયાર થઈ જાય. તે ભાવમાં ખૂબ સસ્તા છે માટે અનુકૂળ છે. તેમાં સોડિયમની માત્રા વધારે પ્રમાણમાં હોય છે, તેમાં સંતૃપ્ત ચરબી અને ઓછા પોષક મૂલ્યો હોય છે જેથી તેને બિનઆરોગ્યપ્રદ માનવામાં આવે છે. 


સ્વાસ્થ્ય પર ઇન્સ્ટન્ટ નુડલ્સની ખરાબ અસરો 


સોડિયમની ઉચ્ચ માત્ર 
ઇન્સ્ટન્ટ નૂડલ્સનો સ્વાદ વધારવા માટે અને લાંબા સમય સુધી ચલાવવા માટે તેમાં સોડિયમ ઉમેરવામાં આવે છે. સોડિયમની માત્ર વધારે હોવાના કારણે તેને ખાવાથી બીપી વધવાની સમસ્યા થઈ શકે છે. તદઉપરાંત હૃદય રોગ,સ્ટ્રોક,કિડનીની સમસ્યાઓ પણ થઈ શકે છે.


આ નૂડલ્સમાં ઉચ્ચ સંતૃપ્ત ચરબી હોય છે. જેના કારણે સંતૃપ્ત ચરબીનું પ્રમાણ વધવા લાગે છે અને ઉચ્ચ સંતૃપ્ત ચરબી ખાવાથી એલડીએલ કોલેસ્ટ્રોલ વધે છે. જે એથેરોસ્ક્લેરોસિસ,હૃદય રોગ અને અટેકનું કારણ બની શકે છે.


પોષક તત્વોનું પ્રમાણ ઓછી માત્રમાં  
ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં વિટામિન્સ, મિનરલ ફાઇબર્સ જેવા અન્ય ઘણા જરૂરી પોષક તત્વોનો અભાવ જોવા મળે છે. પોષક તત્વોની ઉણપને કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડવાની સાથે પાચનક્રિયા પણ ખરાબ થવા લાગે છે.


હૃદયની બીમારીઓ નું જોખમ વધે છે
ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ઉચ્ચ સોડિયમ, સંતૃપ્ત ચરબી અને ઓછા પોષણની સામગ્રીનું મિશ્રણ હૃદયના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. જો તમે તેને સતત ખાશો તો તેનાથી હાઈ બીપી, હાઈ કોલેસ્ટ્રોલ, હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે.


મેટાબોલિક સિન્ડ્રોમનું જોખમ
ઉચ્ચ સોડિયમ, બિનઆરોગ્યપ્રદ ચરબી અને ઓછા પોષક તત્વોવાળો ખોરાક ખાવાથી મેટાબોલિક સિન્ડ્રોમની સમસ્યા થાય છે. મેટાબોલિક સિન્ડ્રોમને કારણે હાઈ બ્લડ પ્રેશર, હાઈ બ્લડ શુગર લેવલ, કમરની આસપાસ વધુ પડતી ચરબી અને ચરબી જમા થવા જેવી સમસ્યાઓ થવા લાગે છે. તેમજ હૃદય રોગ, સ્ટ્રોક અને ડાયાબિટીસનું જોખમ વધી જાય છે.


વજન વધારવાની સમસ્યા
ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં વધારે પ્રમાણમાં કેલેરી હોય છે. તે સંતોષ થાય વગર વજન અને સ્થૂળતા વધારવામાં ફાળો આપે છે. સ્થૂળતાને કારણે અનેક રોગોનું જોખમ વધી જાય છે.


Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.