Health :ભૂખ બધાને લાગે છે, જે સ્વાભાવિક છે. શરીરને ઊર્જા માટે કંઇક કંઇક આહાર આપવો જરૂરી છે પરંતુ જમ્યા બાદ તરત જ ભૂખ લાગતી હોય તો તેની પાછળના કેટલાક કારણો છે.


કેટલાક કેસમાં જમ્યા બાદ પણ વાંરવાર ભૂખ લાગે છે અને ખાવાનું મળે તો માથામાં દુખાવો જેવી સમસ્યા સતાવે છે. હેલ્થ એક્સપર્ટના મત મુજબ આ સ્થિતિ પાછળ કેટલાક કારણો જવાબદાર હોઇ શકે છે.


થાઈરોઈડના દર્દીઓને પણ વારંવાર ભૂખ લાગે છે. હાઈપરથાઈરોઈડિઝમ ત્યારે થાય છે જ્યારે થાઈરોઈડ હોર્મોનનું સ્તર વધે છે. આ ગ્રેવ્સ રોગ છે. આવી સ્થિતિમાં, વ્યક્તિને લાગે છે કે તેનું પેટ ખાલી છે અને કંઈકને કંઇક ખાવાનું મન થાય છે.                                                                                                            


જો શરીરને પર્યાપ્ત માત્રામાં પ્રોટીન ન મળતું હોય તો પણ આ સમસ્યા થઇ શકે છે. પ્રોટીનમાં ભૂખને ઓછી કરવાના ગુણ છે.સોયાબીન. કઠોળ, દાળ પનીર પ્રોટીનના સ્ત્રોત છે. જેને ડાયટમાં સામેલ કરો.      જો આપ પુરતી ઊંઘ ન લેતા હો તો પણ વાંરવાર ભૂખ લાગે છે. 7થી8 કલાક ઊંઘ ન લેવાથી ઘ્રેલિન હોર્મોન વધી જાય છે. આ હોમોન્સ શરીરમાં વધી જતાં તે ભૂખ લગાડે છે.


ડાયટમાં ફાઇબરની કમી પણ ભૂખ લગાડે છે. ડાયટમાં પુરતા માત્રામાં ફાઇબરને સામેલ કરો. જેનાથી પેટ ભરેલ રહે છે અને ભૂખ સંતોષાતા વાંરવાર ખાવાની ઇચ્છા નથી થતી. તેથી વજન નિયંત્રણમાં રહે છે. ફાઇબરને ડાયટમાં સામેલ કરવા માટે ઓટસ, અળસી, બીજને ડાયટમાં સામેલ કરો.


ડાયટમાં ફાઇબરની કમી પણ ભૂખ લગાડે છે. ડાયટમાં પુરતા માત્રામાં ફાઇબરને સામેલ કરો. જેનાથી પેટ ભરેલ રહે છે અને ભૂખ સંતોષાતા વાંરવાર ખાવાની ઇચ્છા નથી થતી. તેથી વજન નિયંત્રણમાં રહે છે. ફાઇબરને ડાયટમાં સામેલ કરવા માટે ઓટસ, અળસી, બીજને ડાયટમાં સામેલ કરો