Health Tips: લાલ મરચું યાદ આવતાં જ આપણા મોંમાં મસાલેદાર, ચટાકેદાર સ્વાદ આવી જાય છે. દરેક ભારતીય રસોડામાં લાલ મરચાનો ઉપયોગ વાનગીઓમાં સ્વાદ ઉમેરવા માટે થાય છે. પરંતુ ચાલો આપણે જાણીએ કે આયુર્વેદમાં લાલ મરચાનો ઔષધિ તરીકે ઉપયોગ કેવી રીતે થાય છે.


લાલ મરચાનું નામ સાંભળતા જ લોકોને તેનાથી થતા નુકસાન યાદ આવી જાય છે. પરંતુ શું તમે લાલ મરચાના શરીર માટે ફાયદાઓ વિશે જાણો છો? જી હાં, લાલ મરચાં માત્ર શરીરને જ નુકસાન પહોંચાડતું નથી, પરંતુ જો તમે તેનું યોગ્ય રીતે સેવન કરો છો તો તેના ઘણા ફાયદા પણ થઈ શકે છે. આજે આ લેખમાં આપણે શરીર માટે લાલ મરચાંના ફાયદાઓ વિશે જાણીશું.


લાલ મરચાના ફાયદા


શ્વાસની તકલીફમાં રાહત મળશે


જો તમે કોઈપણ કારણસર શ્વાસની સમસ્યાથી પરેશાન છો, તો લાલ મરચું તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. લાલ મરચું શ્વસન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે.


પેટનો દુખાવો ઓછો કરો


ઘણીવાર મસાલેદાર ખોરાક ખાધા પછી ગેસ અને પેટમાં દુખાવો થવાની સમસ્યા રહે છે.આ સ્થિતિમાં લાલ મરચું તમારા માટે દવાનું કામ કરી શકે છે. તેનું સેવન કરવા માટે 100 ગ્રામ ગોળમાં 1 ગ્રામ લાલ મરચાંનો પાવડર મિક્સ કરો. હવે તેમાંથી 1-2 ગ્રામની ગોળી બનાવો. તેનું નિયમિત સેવન કરવાથી પેટના દુખાવાની સમસ્યા દૂર થાય છે.


ખાવાની ઇચ્છામાં વધારો


ભૂખ લગાડવા માટે અને ખાવાની ઈચ્છા વધારવા માટે લાલ મરચું ઉત્તમ છે. . તેનું સેવન કરવા માટે લાલ મરચુંને આપ પતાસા સાથે ખાઓ.


કોલેરાથી રાહત


લાલ મરચું કોલેરાની સમસ્યામાં રાહત અપાવી શકે છે. તેનું સેવન કરવા માટે લાલ મરચાના બીજને અલગથી રાખો. હવે તેને ને બારીક પીસી લો અને તેને કપડાથી ગાળી લો. હવે તેમાં થોડું કપૂર અને હિંગ ઉમેરો, આ મિશ્રણ નિયમિતપણે ખાઓ. તે કોલેરા મટાડે  છે.


Disclaimer: આ સૂચના માત્ર માન્યતા અને જાણકારી પર આધારિત છે. એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે. abp અસ્મિતા કોઇપણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટી નથી કરતું આ એક નિષ્ણાતોના મત છે. તો તેને અમલ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.