What To Avoid After A Meal: આજે અમે તમને આવી જ કેટલીક આદતો વિશે જણાવી રહ્યાં છે. જે ભોજન બાદ આપના શરીર માટે ઘાતક નિવડે છે.


દરેક વ્યક્તિમાં કેટલીક સારી ટેવો હોય છે અને કેટલીક ખરાબ. આજે અમે તમને આવી જ કેટલીક આદતોથી વાકેફ કરવા જઈ રહ્યા છીએ, જે મોટાભાગે લોકો ખાધા પછી રિપીટ કરે છે. આવી કેટલીક  આદતો  ભારે પડી શકે છે. આજે અમે તમને આવી જ કેટલીક આદતોનો પરિચય કરાવવી રહ્યાં છીએ જે ભોજન બાદ અવોઇડ કરવી જોઇએ.


ઊંઘવાની આદત


આપને જણાવી દઈએ કે, જમ્યા પછી તરત જ સૂવાથી ખોરાકનું યોગ્ય રીતે પાચન થતું નથી. આથી એ પણ સલાહ આપવામાં આવે છે કે સૂવાના બે કલાક પહેલા ભોજન લેવું જોઈએ. જો તમે આમ ન કરો તો તમારે મેદસ્વીતા, એસિડિટી, સ્ટ્રોક અથવા હૃદય રોગ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.


 જમ્યાં બાદ તરત જ ન્હાવવું


જમ્યા પછી તરત જ નહાવાથી પાચન પર ખરાબ અસર પડે છે. વાસ્તવમાં, તમે જે પ્રકારના પાણીથી સ્નાન કરો છો તેની અસર શરીર પર થાય છે, શરીરની ટેમ્પરેચર ઘટતાં જઠરાગ્નનિ મંદ થઇ જાય છે જેના કારણ પાચનમાં આ આદત અવરોધક બને છે.


સિગરેટ પીવી


જો તમે જમ્યા પછી તરત જ સિગારેટ પીતા હોવ તો  આ આદત છોડી દો. હકીકતમાં, ખોરાક ખાધા પછી તરત જ તેનું સેવન કરવાથી શરીરમાં નિકોટિનની માત્રા વધી જાય છે, જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.


ચાય કોફીનું સેવન


ચા અને કોફીમાં ટેનીન નામનું રસાયણ હોય છે જે શરીરમાં આયર્નના શોષણમાં અવરોધ ઊભો કરે છે. તેથી, ખાધા પછી તરત જ તેનું સેવન ન કરો.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.