ફેટી લીવરની બીમારી સમગ્ર વિશ્વમાં ઝડપથી વધી રહી છે. સ્થૂળતા અને ડાયાબિટીસની જેમ ફેટી લીવર પણ ખોરાકમાં અસંતુલનને કારણે થાય છે. વધુ પડતો આલ્કોહોલ પીવાથી કે ખોટા આહારને કારણે લીવરમાં ચરબી જમા થાય છે જેને ફેટી લીવર કહેવામાં આવે છે. જો કાળજી રાખવામાં  ન આવે તો વ્યક્તિ લીવર સિરોસિસ અને લીવર ફેલ્યોરનો પણ શિકાર  બની શકે છે. ફેટી લીવરના લક્ષણો ઘટાડવા માટે સામાન્ય રીતે આહાર બદલવાની ભલામણ કરવામાં આવે છે. ચાલો જાણીએ કે ફેટી લિવરની બીમારીને દૂર કરવા માટે શું ખાવું જોઈએ.


ફેટી લીવરમાં ખાસ ધ્યાન ચરબી ઘટાડવા પર રાખવું જોઈએ. આ સમયગાળા દરમિયાન દર્દીએ વધુ પ્રમાણમાં લીલા શાકભાજીનું સેવન કરવું જોઈએ. ફેટી લીવરના દર્દીઓએ તેમના આહારમાં લીલા શાકભાજી જેમ કે પાલક, મેથી અને સરસવનો સમાવેશ કરવો જોઈએ. શાકભાજીની સાથે તમે તેને સલાડ અને સૂપના રૂપમાં પણ લઈ શકો છો. લીવરમાં આવેલા સોજાને રોકવા માટે બળતરા વિરોધી ગુણધર્મો ધરાવતા ખોરાકનું સેવન કરવું મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં તમારે હળદરનું સેવન કરવું જોઈએ. હળદરની ચા બનાવીને પીવાથી ફાયદો થશે. આ સાથે તમે ગ્રીન ટી પણ પી શકો છો, કારણ કે તે લીવરની કાર્ય પ્રક્રિયાને સુધારે છે અને તેને મજબૂત બનાવે છે.   


આ સમયગાળા દરમિયાન, લીવરને ડિટોક્સિફાય કરતા ખોરાકનું સેવન કરવું જોઈએ. આ માટે સફરજન શ્રેષ્ઠ વિકલ્પ છે. સફરજનમાં ઘણા એન્ટીઑકિસડન્ટો મળી આવે છે. તે લીવરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેથી, ફેટી લીવરવાળા દર્દીઓએ દરરોજ એક સફરજન ખાવું જોઈએ. લીવરમાં ચરબી જમા થતી અટકાવવામાં ફાયબર ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી ફાઈબરયુક્ત ખોરાક લેવો જોઈએ. તમારા આહારમાં દાળ, ઓટ્સ, આખા અનાજ, બ્રાઉન રાઇસ, જુવાર, બાજરી વગેરેનો સમાવેશ કરવો ફાયદાકારક સાબિત થશે. લીવરની તંદુરસ્તી સુધારવા માટે તમારા આહારમાં અખરોટ અને બદામનો સમાવેશ કરો.       


Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. 


Health Tips: બદામ આ કારણે છે સુપરફૂડ છે, વેઇટ લોસની સાથે સેવનથી થાય છે આ ફાયદા