Heart Attack: હાર્ટ એટેક અને સ્ટ્રોકના કેસોમાં તાજેતરના વર્ષોમાં જોરદાર વધારો થયો છે. હવે તેને લઈ એક સ્ટડી સામે આવી છે, જે એ વાતને દર્શાવે છે કે જે લોકો હાર્ટ એટેક અથવા સ્ટ્રોકની સમસ્યા હોય છે, તેમણે પોતાની જીંદગીમાં કેટલીક ભૂલો કરી છે આ કારણે તેમને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ સ્થિતિઓ ધરાવતા લોકોને ઘણીવાર ચારમાંથી ઓછામાં ઓછી એક હૃદય રોગની સ્થિતિ હોય છે, જેને તેઓ ઘણીવાર અવગણે છે. ચાલો આ અભ્યાસ વિશે વિગતવાર જાણીએ અને તેના તારણો પર એક નજર કરીએ.
સંશોધનમાં શું બહાર આવ્યું ?
અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીમાં પ્રકાશિત આ અભ્યાસમાં, સંશોધકોએ 99 ટકા સહભાગીઓમાં હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ, અનિયમિત શુગરનું લેવલ અને તમાકુના ઉપયોગ સાથે સંબંધિત હાર્ટ એટેકના લક્ષણો શોધી કાઢ્યા. હાઈ બ્લડ પ્રેશર સૌથી સામાન્ય હતું. અભ્યાસમાં પ્રકાશિત થયું હતું કે આ બધી સમસ્યાઓને અટકાવી શકાય છે અથવા તેનું સંચાલન કરી શકાય છે. આ સંશોધન દરમ્યાન, દક્ષિણ કોરિયાના 600,000 કેસ અને યુનાઇટેડ સ્ટેટ્સના 1,000 યુવાનોનો 20 વર્ષથી વધુ સમય સુધી સતત અભ્યાસ કરવામાં આવ્યો હતો. મોટાભાગના સહભાગીઓને બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, ગ્લુકોઝ અને ધૂમ્રપાનની સમસ્યાઓ હતી. દક્ષિણ કોરિયાના 95 ટકા સહભાગીઓને હાઈ બ્લડ પ્રેશર હતું, જ્યારે અમેરિકન સહભાગીઓમાં આ પ્રમાણ લગભગ 93 ટકા હતું.
એક્સપર્ટનું શું કહેવું છે ?
આ રિસર્ચના વરિષ્ઠ લેખક ફિલિપ ગ્રીનલેન્ડ (Professor of Preventive Medicine at Northwestern University Feinberg School of Medicine) એ જણાવ્યું હતું કે સૌથી મહત્વની બાબત એ છે કે બ્લડ પ્રેશરની સમસ્યાઓ સરળતાથી શોધી શકાય છે. જો કે, તે એસિમ્પટમેટિક હોય છે, તેથી ક્યારેક તેમના પર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. અમારો આખો અભ્યાસ તેમને ટ્રેક કરવા અને અટકાવવા પર કેન્દ્રિત હતો. અમેરિકન હાર્ટ એસોસિએશન જણાવે છે કે 120/80 ના બ્લડ પ્રેશર લેવલને સારવારની જરૂર છે. 200 mg/dL કે તેથી વધુ કોલેસ્ટ્રોલ સ્તર ખતરનાક છે. ગ્રીનલેન્ડે કહ્યું કે હૃદય રોગના કેટલાક અન્ય કારણો, જેમ કે આનુવંશિકતા અથવા ચોક્કસ બ્લડ માર્કર્સ, અટકાવી અથવા નિયંત્રિત કરી શકાતા નથી. મોટાભાગના ડોકટરો બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવાની અને ઉંમર અને બીમારીના આધારે સમયાંતરે તેની તપાસ કરાવવાની ભલામણ કરે છે.
Disclaimer: અહીં આપવામાં આવેસી માહિતી સંશોધન અભ્યાસો અને નિષ્ણાતના મંતવ્ય પર આધારિત છે. તબીબી સલાહનો ઉપયોગ કરશો નહીં. કોઈપણ નવી પ્રવૃત્તિ અથવા એક્સરસાઈઝ શરૂ કરતા પહેલા હંમેશા તમારા ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.