Heart Attack in Kids : સામાન્ય રીતે અત્યાર સુધી હાર્ટ એટેકના કિસ્સા એક ઉંમરનો તબક્કો વટાવી ગયેલા લોકોમાં જ વર્તાતા હતાં. પરંતુ હવે આ ખતરો નાના બાળકોમાં પણ જોવા મળી રહ્યો છે. જે ચોંકાવનારી બાબત છે. તાજેતરમાં ગુજરાતમાં એક દર્દનાક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. અહીં એક વિદ્યાર્થીને શાળામાં લંચ દરમિયાન સીડી પર હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું મૃત્યુ થયું હતું. તેવી જ રીતે આ વર્ષની શરૂઆતમાં તેલંગાણાના એક ગામમાં 13 વર્ષની બાળકીનું પણ હાર્ટ એટેકથી મોત થયું હતું. આમ દેશમાં બાળકોમાં હ્રદય રોગની વધતી જતી સંખ્યાએ બધાને ચિંતામાં મૂકી દીધા છે. 


અત્યાર સુધીમાં માતા-પિતાને બાળકોમાં હાર્ટ એટેક અંગે કોઈ જ ચિંતા નહોતી. પરંતુ હવે આવા કિસ્સાઓ તેમને પણ પરેશાન કરી રહ્યા છે. આમ થવા પાછળનું કારણ શું? તે નિષ્ણાતો પાસેથી જાણીએ કે બાળકોમાં હાર્ટ એટેકનું જોખમ કેમ વધી રહ્યું છે.
 
શું જન્મથી જ બાળકોમાં હાર્ટ એટેકનું જોખમ છે?


સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે કેટલાક બાળકો જન્મથી જ હાર્ટ એટેકનો શિકાર બને છે. જ્યારે માતા ગર્ભવતી બને છે, ત્યારે બાળકો જન્મજાત હૃદય રોગની ઝપટમાં આવે છે. બાળકોએ જીવનભર તેની સાથે જ જીવવું પડે છે. આ રોગમાં હૃદયની દીવાલો, વાલ્વ અને નળીઓને અસર થાય છે. જે હાર્ટ એટેકનું સૌથી મોટું જોખમ બની જાય છે.
 
શું બેદરકારીને કારણે બાળકો બની રહ્યા છે હાર્ટ એટેકનો ભોગ?


તંદુરસ્ત બાળકો પણ જન્મ સમયે હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. તેની પાછળ માતા-પિતાની બેદરકારી પણ હોઈ શકે છે. બાળકોની સામે ધૂમ્રપાન, ખાવા-પીવામાં બેદરકારી, અસ્વસ્થ જીવનશૈલી, બાળકોને રમત-ગમત માટે ન મોકલવા, અભ્યાસનું દબાણ જેવા અનેક કારણોથી હૃદયરોગનું જોખમ વધી શકે છે. આ કારણથી બાળકોમાં નાની ઉંમરથી જ બ્લડ પ્રેશર, સુગર અને કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓ જોવા મળી રહી છે, જે હાર્ટ એટેકનું કારણ બની શકે છે.
 
બાળકોમાં હાર્ટ એટેકના કેવા કેવા લક્ષણો હોય છે?


ત્વચા અથવા હોઠની નજીક વાદળી નિશાન પડવા


ખાવામાં તકલીફ પડે


હાંફ ચઢવો


થોડુ ચાલવાથી પણ શ્વાસ ચડી જવો


યોગ્ય રીતે શરીરનો વિકાસ ના થવો


ચક્કર, સાંધા અને છાતીમાં દુખાવો થવો
 
જો બાળકોમાં હાર્ટ એટેકના લક્ષણો દેખાય તો શું કરવું?


જો બાળકોમાં હાર્ટ એટેકના લક્ષણો જોવા મળે તો માતા-પિતાએ તેની અવગણના કરવાનું ટાળવું જોઈએ. બાળકોને તાત્કાલિક ડૉક્ટર પાસે લઈ જવા જોઈએ અને ટેસ્ટ કરાવવા જોઈએ. ડૉક્ટરની સલાહ પર જ તેમના ખોરાક અને જીવનશૈલીને ગોઠવો.


https://t.me/abpasmitaofficial