Hidden Depression Symptoms: ડિપ્રેશન અને ચિંતા એ સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા રોગો છે. વિકસિત દેશોમાં માનસિક બીમારી વિશે ઘણી જાગૃતિ છે, પરંતુ આપણા દેશમાં ઘણી વખત લોકો તેના વિશે વાત કરતા અચકાય છે. જો કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં, શહેરી મધ્યમ અને ઉચ્ચ વર્ગમાં ડિપ્રેશન વિશે ઘણી બધી નિખાલસતા જોવા મળી છે અને હવે લોકો તેને સામાન્ય રોગની જેમ લે છે અને વાત કરે છે. સામાન્ય ડિપ્રેશન સમજી શકાય છે અને લોકો તેના વિશે ડૉક્ટરની સલાહ લે છે અને દવાઓ પણ ખાય છે, પરંતુ કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે ઘણા લોકોમાં છુપાયેલ ડિપ્રેશન પણ હોય છે. છુપાયેલા ડિપ્રેશનમાં વ્યક્તિને ખબર નથી હોતી કે તે ડિપ્રેશનમાં છે, પરંતુ એકલા રહેવાનો ડર, નેગેટિવિટી, ઓવર થિંકિંગ સહિત આવી ઘણી આદતો હોય છે, જે ડિપ્રેશનના સંકેતા આપે છે.


 સામાજિક પ્રવૃત્તિમાં એક્ટિવ રહ્વું


 એવું કહેવાય છે કે, ડિપ્રેશનમાં વ્યક્તિને વધુ સામાજિક રહેવું ગમતું નથી અને તે ક્યારેક એકલા રહેવાનું પસંદ કરે છે. પરંતુ હિડન ડિપ્રેશનમાં  કેટલીકવાર વિપરીત લક્ષણો જોવા મળે છે. અહીં  વ્યક્તિ એકલા રહેવાથી ડરે છે, તેથી હંમેશા સામાજિક થવું ગમે છે.


વધુ કામ અને અભ્યાસ પર ધ્યાન


 હિડન ડિપ્રેશનનના કિસ્સામાં વ્યક્તિ ખૂબ જ ગંભીરતાથી અભ્યાસ અને તેના ઓફિસના કામમાં ધ્યાન આપે છે.  સામાન્ય રીતે ડિપ્રેશનનમાં વ્યક્તિ  અભ્યાસમાં કે ઓફિસમાં સારૂં પર્ફોમ કરી શકતું નથી પરંતુ હિડન ડિપ્રેસનમાં તેનાથી ઉલ્ટું છે.  હતાશ વ્યક્તિ નકારાત્મક વિચારો અને હતાશાની લાગણીઓને ટાળવા માટે કામમાં એવી ખૂંપી જાય છે અને તેનું સારૂ પરિણામ આવે છે.


સર્જનાત્મકતામાં ઉદાસીનતા


 ઘણી વખત લોકો સર્જનાત્મકતા દ્વારા તેમની ઉદાસી લાગણીઓ વ્યક્ત કરે છે. વ્યક્તિ હંમેશા ઉદાસ દેખાતા ચિત્રો બનાવે છે, તો  દર્દનાક ગીતો-શાયરી અથવા કવિતાઓ સાંભળે છે અથવા લખે છે.  તો તેને હિડન ડિપ્રેશન હોઈ શકે છે.


ઓવરથિંકર બની જાય છે


ઓવર થિન્કિંગ  આ એક સામાન્ય સમસ્યા છે જે હિડન ડિપ્રેશનમાં જોવા મળશે. આ રોગથી પીડિત લોકો બધું જ વધારે વિચારે છે અને તેનાથી નકારાત્મકતા પેદા કરી શકે છે.


ધ્યાનનો અભાવ


 હિડન ડિપ્રેશનમાં લોકોમાં ઊભી થતી બીજી સમસ્યા  છે, જે  ધ્યાન કેન્દ્રિત ન કરી શકવાની છે. જેમાં અચાનક બ્લેક આઉટ થઇ જાય છે. કોઇ ટાસ્કમાં મન નથી લાગતું. આ હિડન ડિપ્રેશનના લક્ષણો છે.


 Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓને માત્ર એક સૂચન તરીકે લો, એબીપી ન્યૂઝ તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા, કૃપા કરીને ડૉક્ટરની સલાહ લો.