Remedy for Acidity  tips:આજની આપણી ભાગદોડ ફરી જિંદગી અને અનિયમિત આહારશૈલીના કારણે ગેસ એસિડીટિ હવે એક સામાન્ય સમસ્યા થઇ ગઇ છે. જેના કારણે પેટમાં માથામાં દુખાવો થાય છે. દર્દીને ચક્કર આવે છે.આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે એક અકસીર ઘરેલુ નુસખો છે. જેના દ્રારા આપ આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.


એસિડિટીને દૂર કરવાના સરળ ઘરેલુ નુસખા


જો આપ નર્વસનેસ અનુભવતો હોય તો નવર્સનેસની સમસ્યા વરિયાળી અને સાકરનુ સેવન ઉત્તમ છે. આ બને વસ્તુ હાઇપર એસિડિટી, ડીહાઇડ્રેશન અને નર્વેસનેસથી બચાવે છે. 


એસિડિટીની સમસ્યામાં આપ વરિયાળીનો પણ પ્રયોગ કરી શકો છો, રાતભર વરિયાળીને પાણીમાં પલાળી દો, આ પાણીનું સવારે ઉઠીને સેવન કરો. જો આપને હાઇપર એસિડીટિની સમસ્યા હોય તો આખો દિવસ આ વરિયાળીનું પાણી પી શકો છો. 


એસિડીટીની સમસ્યામાં આપ ખડી સાકરનું પણ સેવન કરી શકો છો. આપ વરિયાળી અને સાકરનું સેવન કરી શકો છો. જે એસિડિટીની સમસ્યાને દૂર કરશે.


નારિયેળ પાણી તમારા શરીરના પીએચ સ્તરને પણ સુધારે છે. તેમાં પોટેશિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે જે એસિડ રિફ્લક્સને નિયંત્રિત કરે છે.


જમ્યા પછી લવિંગ ચૂસવાથી પણ એસિડિટીની સમસ્યામાં રાહત મળે છે. લવિંગમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છેતે કોઈપણ રીતે સ્વાસ્થ્ય માટે સારું છે.


ઠંડા દૂધને એન્ટાસિડ ગણવામાં આવે છે. જો તમે ઘરે હોવ અને કંઈ ઉપલબ્ધ ન હોય તો તમે ઠંડુ દૂધ પણ પી શકો છો.


ગુલકનનું સેવન પણ એસિડિટીની સમસ્યામાં રામબાણ ઇલાજ છે. આપ દૂધ સાથે મિકસ કરીને તેનું નિયમિત સેવન કરો.


આખું જીરૂં ગેસ, એસિડીટિ અને પેટ ફુલવાની સમસ્યામાં કારગર છે. આ જીરાનું કેવી રીતે સેવન કરવાથી આપ ગેસની સમસ્યાથી મુક્તિ મેળવી શકો. જાણીએ.રાત્રે એક ગ્લાસ પાણીમાં 2 ચમચી જીરૂ પલાળી દો. સવારે આ પાણીને ગાળી લો અને ખા પેટે તેનું સેવન કરો. જો રાત્રે જીરૂ પલાળવાનું ભૂલાય જાય તો આપ સવારે એક ગ્લાસ પાણીમાં 2 ચમચી જીરૂ નાખીને તેને ઉકાળું ત્યારબાદ નવશેકુ થાય બાદ સેવન કરી શકો છો.આ પ્રયોગથી ઝડપથી ગેસથી થતી સમસ્યાથી મુક્તિ મળે છે. ઉપરાંત તુલસી અને મરીને મિક્સ કરીને નવશેકા પાણી સાથે પીવાથી પણ ગેસની સમસ્યાથી મુક્તિ મળે છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો